થાળી વગાડી વિરોધ : રાજકોટમાં સફાઈ કામદારોએ કાયમી ભરતીની માંગ સાથે ઉગ્ર વિરોધ કરી રેલી યોજી

  • April 26, 2023 01:44 PM 


રાજકોટમાં હોસ્પિટલ ચોક બાબા સાહેબ આંબેડકરના પૂતળાં ખાતે મોટી સંખ્યામાં વાલ્મીકિ સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓ સહિત વાલ્મીકિ સમાજના લોકોએ થાળી વગાડી વિરોધ વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલ ચોકથી કોર્પોરેશન સુધી થાળી વગાડતા વગાડતા રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો હતો. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી સફાઈ કામદારોની કાયમી ભરતીની માગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. 26-26 વર્ષથી સરકાર લોલીપોપ આપતી હોવાનો વાલ્મીકિ સમાજના લોકોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટ પ્રથામાં માત્ર 3 થી 5 હજાર પગાર મળે છે. અન્ય રકમ વચેટિયાઓ ખાઈ જાય છે. 5 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટ પ્રથામાં થાય છે. સરકાર દ્વારા માગ નહિ સ્વીકારવામાં આવે તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application