વિવિધ પરીક્ષાઓના કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોપિયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા

  • January 05, 2023 09:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તા.૦૫ જાન્યુઆરી આગામી તા.૦૮/૦૧/૨૦૨૩, રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત ક્રમાંક ૨૦/૨૦૨૨-૨૩ ગુજરાતી વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાતી મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની લેખિત પરીક્ષાઓ યોજાનાર છે. તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની લેખિત પરીક્ષાઓ યોજાનાર છે. 


આ તમામ પરીક્ષાઓ યોજાનાર હોવાથી પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્સ/કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને અન્યાય થતો અટકાવવા માટે જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ તા.૦૮/૦૧/૨૦૨૩ના સવારના ૧૦:૦૦થી બપોરના ૦૨:૦૦ કલાક સુધી તથા સાંજે ૦૩:૦૦થી ૦૬:૦૦ સુધી કોપીયર મશીનો બંધ રાખવા તેમજ ઉપરોક્ત પરિશિષ્ટમાં સમાવિષ્ટ પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા મનાઈ હુકમ ફરમાવવામાં આવે છે.


આ હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. હુકમ સરકારી, અર્ધસરકારી અને જાહેર સાહસો સિવાયના કોપીયર મશીન વપરાશકર્તાઓને લાગુ પડશે નહીં. 


જામનગર જિલ્લાના પરીક્ષા માટે નિયત કરાયેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની યાદી....

શ્રી જેકુરબેન સોની કન્યા વિદ્યાલય-જામનગર, શ્રી પ્રણામી હાઈસ્કૂલ-જામનગર, શ્રી એલ.જી. હરિયા હાઈસ્કૂલ, સેન્ટર એ- જામનગર, નેશનલ હાઈસ્કૂલ-જામનગર, શ્રી નંદન માધ્યમિક શાળા-જામનગર, કાલિન્દી હાયર સેકન્ડરી વિદ્યાલય-જામનગર, શ્રી જ્ઞાનગંગા સ્કૂલ-જામનગર, શ્રી આર.આર.શાહ હાઈસ્કૂલ-જામનગર, સેન્ટ ઝેવિયર હાઈસ્કૂલ-જામનગર, સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલ-જામનગર, સેન્ટ આન્સ હાઈસ્કૂલ-જામનગર, શ્રીમતી જી.એસ. મહેતા કન્યા વિદ્યાલય-જામનગર, શ્રી ડી.એસ. ગોજીયા વિદ્યાલય-જામનગર, ભવન્સ શ્રી એ.કે. દોશી વિદ્યાલય-જામનગર, શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ-જામનગર....




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application