જોન સીના સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કરતી નજરે આવશે પ્રિયંકા ચોપરા

  • April 07, 2023 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રિયંકા ચોપરા એમેઝોન પ્રાઇમ પર તેની સસ્પેન્સ થ્રિલર વેબ સિરીઝ 'સિટાડેલ' દ્વારા OTT ડેબ્યૂ કરવા જઈ રહી છે. હાલમાં, અભિનેત્રી સિરીઝના પ્રમોશનમાં વ્યસ્ત છે, જ્યારે પ્રિયંકાએ શોના રિલીઝ પહેલા જ એમેઝોન સ્ટુડિયો સાથે બીજી ડીલ સાઈન કરી છે. અભિનેત્રીએ કુસ્તીબાજ બનેલા અભિનેતા જ્હોન સીના અને અભિનેતા ઇદ્રિસ એલ્બા સાથે હોલીવુડની ફિલ્મ 'હેડ્સ ઓફ સ્ટેટ' સાઈન કરી છે.

WWE સુપરસ્ટાર સીનાએ ટ્વિટર પર એક સમાચાર શેર કરીને પોતાની ફિલ્મની જાહેરાત કરી છે. આ સાથે તેણે લખ્યું, "આવી ડ્રીમ ટીમ બનાવવા માટે અમેઝોન સ્ટુડિયોનો આભાર. હું કામ કરવા માટે ઉત્સાહિત છું અને નવા કલાકાર સભ્ય, વિશ્વ વિખ્યાત પ્રિયંકા ચોપરાનું સ્વાગત કરું છું." ત્યારે પ્રિયંકાએ પણ જોન સીનાના ટ્વીટનો જવાબ આપતા લખ્યું, "હાર્ટ વ્હેલ્મીંગ વેલકમ માટે જ્હોન સીનાનો આભાર, હું સેટ પર જવા માટે રાહ જોઈ શકતી નથી! ચાલો જઈએ."
​​​​​​​

આ ફિલ્મનું નિર્દેશન ઇલ્યા નૈશુલર કરશે. ફિલ્મની સ્ક્રિપ્ટ જોશ એપેલબૌમ અને આન્દ્રે નેમેક દ્વારા કરવામાં આવી છે.ફિલ્મના પ્લોટને હાલમાં સિક્રેટ રાખવામાં આવી રહ્યો છે.

હાલ પ્રિયંકા તેની આગામી સ્પાય-થ્રિલર સિરીઝ 'સિટાડેલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ શોમાં તે રિચર્ડ મેડન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. 'સિટાડેલ'ને જો અને એન્થોની રુસો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. સિટાડેલ ઉપરાંત પ્રિયંકા તેની હોલિવૂડ ફિલ્મ 'લવ અગેન'ની રિલીઝ માટે પણ તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં તેના સહ કલાકારો સેમ હ્યુગન અને સેલિન ડીયોન છે. તે આ વર્ષે મે મહિનામાં રિલીઝ થશે. આ સિવાય પ્રિયંકા એક્ટર-ડિરેક્ટર ફરહાન અખ્તરની બોલિવૂડ ફિલ્મ 'જી લે ઝરા'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા આલિયા ભટ્ટ, કેટરીના અને શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application