ખાનગી ચેનલોએ રાષ્ટ્ર્રીય મહત્વના કાર્યક્રમો દર્શાવવા પડશે

  • January 31, 2023 08:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચેનલોને જાહેર સેવાના મુદ્દાઓ પર રોજ અડધા કલાકના કાર્યક્રમો દર્શાવવાની સલાહ આપી: સરકાર દ્રારા જાહેર કરાયેલી આ એડવાઈઝરી ૧ માર્ચ ૨૦૨૩થી લાગુ થશે




માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્રારા ખાનગી ચેનલો માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઝરી મુજબ ખાનગી ચેનલોને રાષ્ટ્ર્રીય મહત્વ અને જાહેર સેવાના મુદ્દાઓ પર દરરોજ અડધા કલાકની સામગ્રી બતાવવાની સલાહ આપી છે. આ એડવાઈઝરી ૧ માર્ચ ૨૦૨૩થી લાગુ થશે. સરકારે જાહેર કરાયેલા કુલ આઠ જુદા જુદા વિષયો પર દરરોજ અડધો કલાક શો દર્શાવવા પડશે. જો કે સ્પોટર્સ, વાઇલ્ડ લાઇફ અને વિદેશી ચેનલોને આ કાર્યક્રમ બતાવવાની મંજ
માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગઈકાલે ખાનગી ચેનલો માટે એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી.





આ એડવાઈઝરી મુજબ આગામી માર્ચની પહેલી તારીખથી ચેનલોએ રાષ્ટ્ર્રીય મહત્વના કાર્યક્રમો દરરોજ અડધો કલાક પ્રસારીત કરવાના રહેશે. આ માટે સરકાર દ્રારા કુલ આઠ વિષયો આપ્યા છે. આ વિષયોમાં શિક્ષણ અને સાક્ષરતાનો ફેલાવો, કૃષિ અને ગ્રામીણ વિકાસ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, મહિલાઓનું કલ્યાણ, સમાજના નબળા વર્ગેાનું કલ્યાણ, પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાનું રક્ષણ અને રાષ્ટ્ર્રીય એકીકરણ સામેલ છે. આ અંગે મંત્રાલય દ્રારા જણાવવમાં આવ્યુ હતું કે તેણે વિવિધ બ્રોડકાસ્ટર્સ અને ચેનલોના સંગઠન સાથે ચાર રાઉન્ડની વાતચીત કર્યા બાદ આ એડવાઈઝરી જાહેર કરવાનો નિર્ણય લીધો છે.




સરકાર દ્રારા જાહેર કરાયેલા એડવાઈઝરીમાં હવેથી તમામ બ્રોડકાસ્ટર્સે મંત્રાલયના પોર્ટલ પર દર મહિને એક રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જેમાં ચેનલોએ જણાવવાનું રહેશે કે કયા દિવસે અને કયા સમયે તેઓએ રાષ્ટ્ર્રહિતનો કાર્યક્રમ બતાવ્યો હતો. મંત્રાલયે કહ્યું કે કાર્યક્રમનો સમયગાળો ૩૦ મિનિટનો હોવો જરી નથી. આ ઉપરાંત જાહેર સેવા પ્રસારણ હેઠળ, રાષ્ટ્ર્રીય હિતના કાર્યક્રમો અઠવાડિયામાં ૧૫ કલાક પ્રસારિત કરવા અને કાર્યક્રમની સામગ્રી ૯૦ દિવસ સુધી રાખવી પડશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application