સોમનાથ-વેરાવળ રેલવે સ્ટેશનથી લાંબા અંતરની ટ્રેન શ‚ કરવા સહિતના પ્રશ્ને રજૂઆત

  • March 20, 2023 07:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ રેલ્વે સ્ટેશન ખાતેથી ફાસ્ટ તથા સુપર ફાસ્ટ લાંબા અંતરની ટ્રેનો સોમનાથ-વેરાવળ થી શરૂ કરવા સહીતના પ્રશ્ને રેલ્વે કન્સ્લટન્ટ કમીટીના સભ્ય દ્વારા વડાપ્રધાન સહીતના લાગતા વળગતાઓને લેખીત રજૂઆત કરેલ છે.
​​​​​​​
આ અંગે રેલ્વે કન્સ્લટન્ટ કમીટીના સભ્ય મુકેશભાઇ ચોલેરા દ્વારા વડાપ્રધાન ને રજૂઆત કરી જણાવેલ કે, યાત્રાધામ સોમનાથ સમગ્ર ભારતભરમાં નહિ પણ દેશવિદેશમાં વિખ્યાત યાત્રાધામ તરીકે નામના મેળવેલ છે અને સોમનાથ ટ્રસ્ટમાં ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સેવા આપી રહેલ હોય ત્યારે સોમનાથ આવતા યાત્રાળુઓને પડતી મુશ્કેલીને ધ્યાને લઇ (૧) સોમનાથ - મુંબઇ વચ્ચે ફાસ્ટ કે સુપર ફાસ્ટ ટ્રેનો હાલ કોઇ ચાલતી નથી. સોમનાથ થી મુંબઇ ૯૫૦ કિલોમીટર જેટલું અંતર છે. હાલની સુવિધાઓને ધ્યાને લઇ સોમનાથ થી મુંબઇ વંદે ભારત ટ્રેન નવી શરૂ કરવા (૨) યાત્રાધામ સોમનાથ થી હરીદ્રાર ડાયરેકટ સીધી ટ્રેન ફાળવવા (૩) સોમનાથ થી કચ્છ તથા કચ્છ થી સોમનાથ આવવા માટે ડાયરેકટ એક પણ ટ્રેન નથી યાત્રાળુઓને સોમનાથ આવવા તથા જવા માટે એક - બે સ્ટોપ કરી ટ્રેન બદલવી પડે છે અને ખાસો સમય જાય છે. કચ્છ થી સોમનાથ આવવા - જાવવા માટે ડેઇલી ડાયરેકટ ટ્રેન ફાળવવા (૪) સૌરાષ્ટ્ર - જનતા ટ્રેન નંબર ૧૯૨૧૭ / ૧૯૨૧૮ વેરાવળ - બાંદ્રા કોવીડ મહામારીના સમય પછી ફરી ચાલુ કરવામાં આવેલ છે. પરંતુ આ ટ્રેન પેસેજર ટ્રેનની જેમ દરેક નાના - મોટા સ્ટેશને સ્ટોપ કરતી હોય ૧૮ થી ૧૯ કલાક જેટલો સમય લે છે.  આ અંગે યોગ્ય કરી ટ્રેનની સ્પીડમાં વધારો કરી ઓછા સમયમાં પહોંચે તેવા પ્રયાસ કરવા (૫) રાજકોટ થી નાથદ્વારા ટ્રેન વિકલી ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનને યાત્રાધામ સોમનાથ થી શરૂ કરવામાં આવે તો દેશના વિખ્યાત બંન્ને યાત્રાધામને જોડતી ટ્રેન મળવાથી ગુજરાત - રાજસ્થાન જવા ઇચ્છુક યાત્રાળુઓને મુસાફરીમાં સુગમતા થઇ શકે તેમ છે. (૬) કોવિડના કપરા સમયમાં કોવીડના પ્રોટોકોલનું પાલન કરાવવા સરકાર દ્વારા રેલ્વેમાં સીનીયર સીટીઝનને મળતા લાભો બંધ કરેલ હતા જે લાભો ફરીથી શરૂ કરવા જણાવેલ છે. (૭) વેરાવળ રેલ્વે સ્ટેશન પર આવનાર મોટા ભાગની લાંબા અંતરની ટ્રેનનો સ્ટોપ પ્લેટફોમ નં. ૩ પર આપવામાં આવતો હોવાથી યાત્રાળુઓ, સીનીયર સીટીઝનો, બાળકો, દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. વધુમાં પ્લેટ ફોમ નંબર ૩ પર લીફટની પણ સુવિધા ઉપલબ્ધ ન હોય જેના કારણે પ્લેટફોર્મ ક્રોસ કરવા વેળાએ મુશ્કેલી પડે છે. આ અંગે યોગ્ય આદેશ આપી મોટા ભાગની લાંબા અંતરની ટ્રેનો પ્લેટફોર્મ નં. ૧ પર સ્ટોપ આપવાની માંગ કરેલ છે. આ રજૂઆતની જાણ રેલ મંત્રી દિલ્હી, મુખ્યમંત્રી, રેલ્વે વિભાગ ભાવનગર, સાંસદ, પ્રદેશ ભાજપ પ્રમુખ સહીતનાને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application