નવાગામ ઘેડ વિસ્તારના રોડ રસ્તાના પાયાની સુવિધા અંગે રજૂઆત

  • April 27, 2023 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

OBC પ્રદેશ મહામંત્રી સુભાષભાઈ બચુભાઈભાઈ ગુજરાતી દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નવાગામ ઘેડ વિસ્તારનો જામનગર મહાનગર પાલિકા માં સમાવેસ થયાં ને વીસ (૨૦) વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયેલ છે  તેમ છતાં પણ નવાગામ ઘેડની આસરે ૪૫૦૦૦ નો વસ્તી રોડ રસ્તા વગેરે જેવી પાયા ની સુવીધા થી વંચિત છે.  નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ એરિયાનો કોઈ વિકાસ થયેલ નથી. 


નવાગામ ઘેડ વિસ્તાર માં જવા માટે બે મુખ્ય રસ્તા હતા જેમાં, 
(૧) આર્મી એરિયા કે જે સોલેરિયમ થી નવાગામ ઘેડ માં જવાનો રસ્તો, 
(૨) જી. જી. હોસ્પીટલ થી થઈ ને નવાગામ ઘેડ માં જવાનો રસ્તો,આ બે મુખ્ય રસ્તા હતા.કે જેમાં નવાગામ ઘેડ ની  ૪૫૦૦૦ લોકો ની વસ્તી આ રસ્તાનો ઉપયોગ કરી આવન જાવન માટે આ રસ્તાનો ઉપયોગ કરતાં હતા.  


પરતું આ બને રસ્તાઓ અચાનક ઘણા લાંબા સમયથી કોઈપણ જાતના વ્યાજબી કારણ વગર બંધ કરી દેવામાં આવેલ છે.  જેને કારણે નવાગામ ઘેડ વિસ્તારનો ૪૫૦૦૦ ઉપરાંતની વસ્તીને પારાવાર હાલાકી  હાડમારી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ બંને મુખ્ય રસ્તા બંધ થઈ જવાના કારણે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને અવાર નવાર અકસ્માતના બનાવો પણ બને છે નવાગામ ઘેડ ના લોકો આ રોડ રસ્તાનો  પાયાની સુવિધાના અભાવે ખુબજ હાડમારી ભોગવી રહ્યાછે. આ બને રસ્તાઓ ખોલવા બાબતે નવાગામ ઘેડના રહેવાસીઓ દ્વારા એકથી અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી નવાગામ ઘેડ વિસ્તારના લોકો પાયાની સુવિધાથી પણ વંચિત છે.       

 
જેથી નવાગામ ઘેડ ના રહેવાસીઓ વતી રજુઆત છે કે નવાગામ ઘેડ વિસ્તારમાં તાકીદે રોડ રસ્તાનો સુવિધા પૂરી પાડવા તથા નવાગામ ઘેડ વિસ્તાર માં જવા માટે આર્મી એરીયા કે જે સોલેરિયમથી નવાગામ ઘેડ માં જવાનો રસ્તો તથા જી. જી હોસ્પિટલથી નવાગામ ઘેડ માં જવાનો રસ્તો બંને બંધ રસ્તા તાકીદે ખુલ્લા કરાવી આપવા માંગ કરવામાં આવી છે. 


આ બન્ને રસ્તાઓ અચાનક બંધ કરવાના કારણે નવાગામ ઘેડ નો હજારોની સંખ્યાની વસ્તી ને ગંભીર બીમારીના સમયે સમયસર હોસ્પિટલ માં પહોંચી સકતાં નથી અને અવાર નવાર મોતને ભેટયા ના દાખલા પણ મોજૂદ છે તેથી આ નવાગામ ઘેડ ની હજારોની સખ્યાંની વસ્તીને સ્પરસતા આ પ્રાણ પ્રસ્ન ને તાકીદે હાથ ઉપેર લઈ યોગ્ય  નિરાકરણ કરવા વિનતિ છે  ગુજરાત રાજ્ય ના સ્થાપનાના દિવસે નવાગામ ઘેડ ની પ્રજા ને આ ભેટ આપવા વિનતિ છે એમ સામાજિક કાર્યકર્તા અને OBC પ્રદેશ મંત્રી સુભાષભાઈ બી. ગુજરાતી દ્વારા જામનગર પધારતા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના પ્રધાનોને લેખિત આવેદનપત્ર અને પોસ્ટ અને મેલ દ્વારા રજૂઆત  કરવામાં આવેલ છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application