BREAKING NEWS

જામનગર મહાનગરપાલિકાની પ્રથમ બેઠકમાં જેલવાસ ભોગવી રહેલા કોર્પોરેટરોની હાજરી

  • May 26, 2026 12:50 PM 
  

જામનગર મહાનગરપાલિકાની પ્રથમ બેઠકમાં જેલવાસ ભોગવી રહેલા કોર્પોરેટરોની હાજરી

અદાલતી મંજૂરી બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યા બન્ને નવ નિયુક્ત સભ્યો

જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી પ્રથમ સામાન્ય સભા માટે ગુજસીટોક પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા બે કોર્પોરેટરોને પોલીસ બંદોબસ્ત સાથે હાજર રાખવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાક્રમને લઈને મહાનગરપાલિકાની બેઠક પહેલાં રાજકીય અને કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી.


મળતી માહિતી મુજબ વોર્ડ નંબર ૧૨ માંથી ચૂંટાયેલા કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફી તથા આમ આદમી પાર્ટીના અસલમ ખિલજી સામે ગુનાહિત પ્રકરણ ચાલી રહ્યું હોવાથી બંને હાલ જેલવાસ ભોગવી રહ્યા છે.


બંને કોર્પોરેટરોના વકીલ દ્વારા જામનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં હાજર રહેવાની મંજૂરી માટે વિશેષ અદાલત સમક્ષ અરજી કરવામાં આવી હતી. આ અરજીને સ્વીકારી અદાલતે બંનેને પોલીસ બંદોબસ્ત સાથે બેઠકમાં હાજર રાખવા માટે મંજૂરી આપી હતી.


અદાલતી આદેશના અનુસંધાને આજે બપોરે બંને કોર્પોરેટરોને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં લાવવામાં આવ્યા હતા. સમગ્ર સમય દરમિયાન તેમની સાથે પોલીસનો ચુસ્ત પહેરો પણ ગોઠવવામાં આવ્યો હતો.


બંને કોર્પોરેટરોની હાજરીને લઈને મહાનગરપાલિકાની પ્રથમ બેઠક દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો અને સમગ્ર ઘટનાક્રમ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application