BREAKING NEWS

જામનગરમાં રંગમતી-નાગમતીમાં એકત્ર પ્રદૂષિત પાણીનો નિકાલ કરાયો

  • July 08, 2026 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં રંગમતી-નાગમતીમાં એકત્ર પ્રદૂષિત પાણીનો નિકાલ કરાયો

આખરે કાર્યવાહી: સુભાષબ્રીજ નીચે બંને નદીના વ્હેણમાં અવરોધરૂ​​​​​​​પ માટી, કચરાના ગંજ, બાવળ અને ઝાડી-ઝાંખરા મશીનરીથી દૂર કરવામાં આવતા પાણી વહેતું થયું 

ફીણવાળું કેમીકલયુકત પાણી નદીમાં એકઠું થયું હતું:મહાપાલીકા દ્વારા રહી રહીને પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત ખરાઅર્થમાં નદીની સાફ-સફાઇ કરવામાં આવી 

જામનગરમાં રંગમતી-નાગમતી નદીમાં એકત્ર પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. સુભાષબ્રીજ નીચે બંને નદીના વ્હેણમાં અવરોધ‚પ માટી, કચરાના ગંજ, બાવળ અને ઝાડી-ઝાંખરા મશીનરીથી દૂર કરવામાં આવતા પાણી વહેતું થયું છે. ફીણવાળું કેમીકલયુકત પાણી નદીમાં એકઠું થયું હતું. મહાનગરપાલીકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત ખરાઅર્થમાં રહી રહીને નદીની સાફ-સફાઇ કરવામાં આવી છે. 

જામનગરની ઓળખ રંગમતી અને નાગમતી નદીમાં છાશવારે કેમીલકયુકત ફીણવાળા પાણીની ભરમાર જોવા મળે છે. આ પાણી કયાંથી આવે છે, કોણ છોડી રહ્યું છે તેની જાણ મનપા તથા ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સારી રીતે જાણે છે. આમ છતાં કોઇ પગલાં લેવાતા નથી તે એક નરી વાસ્તવિકતા છે. દર વર્ષે પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત રંગમતી અને નાગમતી નદીની સફાઇના દાવા કરવામાં આવે છે. પરંતુ ભારે વરસાદ થતા નદીના પાણી નીચાળવાળા વિસ્તારોમાં ભરાતા આ દાવાની પોલ ખુલી જાય છે. પરંતુ ચાલુ વર્ષે તાજેતરમાં મનપાના કમિશ્ર્નર દીપેશ કેડીયાએ ડીએમસી દેવેન્દ્વસિંહ ઝાલા, આસી કમિશ્ર્નર વહીવટ મુકેશ વરણવા,સીટી ઇજનેર ભાવેશ જાની તથા અન્ય અધિકારીઓને સાથે રાખી નદીના વ્હેણના જુદા-જુદા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આટલું જ નહીં નદીના વ્હેણમાં અવરોધરૂ​​​​​​​પ કચરો, બાવળ, કચરાના ગંજ તાકીદે દૂર કરવા સૂચના આપી હતી. મનપાના કમિશ્ર્નરની સૂચનાથી સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા રંગમતી-નાગમતી નદીમાં સાફ-સફાઇ હાથ ધરવામાં આવી છે.
 
શહેરના વ્હોરાના હજીરા પાસે મહારાજા સોસાયટી, તારમામદ સોસાયટી મહાપ્રભુજી બેઠક થઇ પાણી નાગમતી નદીમાં આવે છે. જયારે કાલાવડ નાકા, ઘાંચીની ખડકી થઇ આવતું પાણી રંગમતી નદીમાં આવે છે. આ બંને નદીના પાણી વ્હોરાના હજીરા પાસે વિકટોરીયા પુલ નીચે એકત્ર એટલે કે બંને નદી ભેગી થાય છે. ત્યારે મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા રંમગતી અને નાગમતી નદીમાં એકઠું થયેલા પ્રદૂષિત પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગઇકાલે વિકટોરીયા પુલ નીચે આવેલા નાગમતી નદીના પટમાં મશીનરીથી કચરાના ગંજ, માટી, બાવળ-ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવતા ગંદા પાણીનો નિકાલ શરૂ થયો છે. આજ રીતે આજરોજ સવારે રંગમતી નદીના પટમાં વિકોટીરયા પુલ નીચે પાણીના વ્હેણમાં અવરોધરૂ​​​​​​​પ કચરો અને ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આથી રંગમતી અને નાગમતી નદીમાં એકત્ર થયેલું પ્રદૂષિત પાણી વ્હેતું થયું છે. અત્રે નોંધનીય છે કે, દોઢ થી બે વર્ષ બાદ આ પ્રકારે રંગમતી અને નાગમતી નદીમાં ખરાઅર્થમાં મહાનગરપાલીકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરી સાફ સફાઇ કરવામાં આવી છે. આ કામગીરી સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી રાજભા જાડેજા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News