સલમાન ખાને લોન્ચ કરેલી હિરોઈનની ધરપકડ કરશે પોલીસ, છેતરપીંડીના કેસમાં બોલીવૂડ સુંદરી સામે વોરંટ જારી

  • September 17, 2023 07:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, કોલકાતાની સિયાલદહ કોર્ટે ઝરીન ખાનના નામ પર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. અહીં એક કંપનીએ અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


અભિનેત્રી સામે વર્ષ 2018માં 6 ઈવેન્ટમાં હાજરી ન આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોલકાતા અને ઉત્તર 24 પરગણામાં 6 કાલી પૂજા કાર્યક્રમોમાં હાજરી ન આપવા બદલ તેમની સામે ફરિયાદો મળી હતી. આ ફરિયાદ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની વતી નારકેલડાંગા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જે બાદ નારકેલડાંગા પોલીસે સિયાલદહ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. મામલો સામે આવ્યા બાદ અમે આ મામલે ઝરીન ખાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.


ઝરીન ખાને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2010માં સલમાન ખાન સાથેની ફિલ્મ 'વીર'થી કરી હતી. આ ફિલ્મ દ્વારા અભિનેત્રીને ઘણી ખ્યાતિ પણ મળી હતી. પરંતુ થોડા સમય પછી, અભિનેત્રીના કામની પ્રશંસા કરવાને બદલે, દર્શકોએ અભિનેત્રી કેટરીના કૈફ સાથે તેના દેખાવની તુલના કરવાનું શરૂ કર્યું. જે બાદ અભિનેત્રી ધીરે-ધીરે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.


અભિનેત્રીએ થોડા સમય પહેલા કેટરિનાની સરખામણીમાં પોતાનું મૌન તોડ્યું હતું. આ અંગે ઝરીન ખાને કહ્યું હતું કે, “જ્યારે મારી સરખામણી કેટરિના સાથે થાય છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. કારણ કે હું પોતે પણ તેનો મોટી પ્રશંસક છું અને મને તે ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ આ સરખામણીએ મારી કારકિર્દી પર અસર કરી હતી. સરખામણીને કારણે, લોકોએ મને મારી કુશળતા સાબિત કરવાની તક આપી ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application