જામનગરમાં ૯.૮૦ લાખની રોકડ ભરેલી ગુમ થયેલી થેલીને શોધી કાઢતી પોલીસ
તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત મુળ માલિકને રૂપીયા પરત કરાયા
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૯.૮૦ લાખની રોકડ ભરેલી થેલી ગુમ થઇ હતી, દરમ્યાનમાં સીટી-બી ડીવીઝન પોલીસે તપાસ કરીને ગુમ થયેલ થેલી શોધી કાઢી મુળ માલીકને પરત કરી છે.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, નાયબ પોલીસ અધીક્ષક જયવીરસિંહ ઝાલાએ સુચના કરેલ કે સામાન્ય નાગરીકોના ગુમ થયેલ કિંમતી મુદામાલ શોધવા સતત તપાસમાં રહેવુ અને ત્વરીત મુળ માલીકને પરત કરવા સતત પ્રયત્નશીલ રહેવું જે સુચના મુજબ સીટી-બી પીઆઇ એન.એમ. ગઢવીની સુચનાથી પીએસઆઇ ડી.જી. રાજના માર્ગદર્શન હેઠળ રોકડ ભરેલ ગુમ થયેલ થેલી શોધવા વિશેષ ટીમ બનાવી પ્રયત્નશીલ હતા.
જામનગર સીટી-બી ડિવીઝન પોલીસ સ્ટેશનના હનુમાન ગેઇટ ચોકી વિસ્તારમાં આવેલ ડીકેવી સર્કલ પાસેથી દસ દિવસ પહેલા અરજદારની રોકડ રકમ ભરેલ થેલી જેમાં રૂ. ૯.૮૦ લાખ હોય જે ગુમ થયેલ હતી. જેની શોધી કાઢવા સર્વેલન્સ સ્કોડની ટીમ પ્રયત્નશીલ હોય, દરમ્યાન ટેકનીકલ સોર્સીસ તથા હયુમન રીસોર્સીસના અધારે રોકડ પીયા ભરેલી ગુમ થયેલ થેલી શોધી કાઢી મુળ માલીકને તે અંગેની જાણ કરી તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેરા તુજકો અર્પત કાર્યક્રમ અંતગર્ત થેલી પરત કરી હતી.