જાહેર બાથરૂમમાંથી પોલીસને મળી 52 વિદેશી દારૂની બોટલ....

  • January 25, 2023 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર માલદેભુવનના જાહેર બાથરૂમમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૫૨ કિ.રૂ.૨૬,૦૦૦/- નો મુદામાલ પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન ની સર્વલન્સ ટીમ

આજરોજ સીટી એ ડીવી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સપેટકર બી.એસ.વાળા સાહેબ સાથે સર્વેલન્સ સ્કોડના માણસો જામનગર સીટી એ ડીવી પો.સ્ટે વિસ્તારમા પ્રોહી –જુગાર ડ્રાઇવ અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના પો.કોન્સ શૈલેષભાઇ કાન્તીભાઇ ઠાકરીયા તથા પો.કોન્સ. મહેન્દ્રભાઇ રમેશભાઇ પરમારને ચોકકસ બાતમી રાહે હકિકત મળેલ છે કે,



 માલદેભુવનમાં રહેતો કીશન ઉર્ફ કે.કે કનખરા માલદેભુવનમા આવેલ છેલ્લી દીવાલે જાહેરમા આવેલ બંધ બાથરૂમમા વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરવાની પ્રવુતી ચલાવે છે અને હાલ વિદેશી દારૂનુ વહેચાણ ચાલુ છે. તેવી હકીકતના આધારે રેઇડ કરતા પોલીસને જોઇ આરોપી કીશન ઉર્ફ કે.કે. કનખરા રહે, માલદેભુવન જામનગર વાળો નાશી ગયેલ અને બંધ બાથરૂમમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૫૨ કિ.રૂ.૨૬,૦૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પો.સબ.ઇન્સ બી.એસ.વાળા સાહેબએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે. તેમજ આરોપી કીશન ઉર્ફે  કે.કે. કનખરા ને શોધવાની તજવીજ ચાલુ છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application