અપહૃત ૧૩ વર્ષની તરુણીને પોલીસે ત્રણ કિ.મી. ચાલી દુર્ગમ વિસ્તારમાંથી શોધી કાઢી

  • July 06, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શહેરમાં તાજેતરમાં ૧૩ વર્ષની તણીનું અપરણ કરી તેના પર દુષ્કર્મ આચરી તેની ક્રુરતાપૂર્વક હત્યા કરી દીધાના બનાવની શાહી હજુ સુકાઈ ત્યાં વધુ એક ૧૩ વર્ષની બાળાના અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાંધીગ્રામ પોલીસે કુનેહપૂર્વક તપાસ હાથ ધરી આરોપીનું નામ સરનામું કે ફોટો ન હોવા છતાં ખંઢેરા ગામે દુર્ગમ વિસ્તારમાં ત્રણ કિલોમીટર ચાલી સગીરાને શોધી કાઢી આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ દ્રારા સગીરાનુ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને જો આરોપીએ તેની સાથે સંબધં બાંધ્યો હશે અને તેની સામે દુષ્કર્મ–પોકસોની કમલનો ઉમેરો કરાશે.





જાણવા મળતી વિગતો મુજબ, આમ્રપાલી રેલવે પાટા પાસેના વિસ્તારમાં ઝુપડપટ્ટી માં રહેતી ૧૩ વર્ષની સગીરાને તારીખ ૯૬ ના રોજ લાપતા બની હતી. જે અંગે તેણીના પરિવારજનોએ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસે અપહરણનો ગુનો નોંધી બનાવવાની ગંભીરતાને ધ્યાને લઇ પીઆઇ એમ.જી. વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જી.જાડેજા તથા ટીમે તપાસ શ કરી હતી.





સગીરાનુ અપહરણ કરનાર કોણ અને તેનું અપહરણ કરનાર આરોપીનું નામ સરનામું કે કોઈ ફોટો ઉપલબ્ધ ન હોય ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે ક્રાઈમ બ્રાન્ચ અને ડિ.સ્ટાફ ટીમ કરે તે પ્રકારની કામગીરી કરી કુનેહપૂર્વક અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ મકરાણી અને કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ગોહિલને એવી સચોટ બાતમી મળી હતી કે, સગીરાનુ અપહરણ કરનાર સોમો ઉર્ફે ઉમેશ નામનો શખસ હોય જે રખડતું ભટકતુ જીવન પસાર કરતો હોય અને હાલ તે કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ પાસે સીમ વિસ્તારમાં રહે છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ અહીં પહોંચી હતી. પરંતુ કાલાવડ પંથકમાં તાજેતરમાં ભારે વરસાદ પડો હોય અને આ વિસ્તાર ખૂબ જ દુર્ગમ હોય અહીં કોઈ વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી પોલીસ સ્ટાફે આ દુર્ગમ વિસ્તારમાં ત્રણ કિલોમીટર ચાલી સગીરાને શોધી કાઢી આરોપી ઉમેશ ભવાનભાઈ વાઘેલા (ઉ.વ ૧૯ રહે મૂળ વીરપુર બસ સ્ટેન્ડ બાજુમાં) ને ઝડપી લીધો હતો.





આરોપી બનાવ સમયે પાંચેક દિવસથી રાજકોટ રહેવા આવ્યો હોય તે દરમિયાન સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભાગાડી ગયો હતો.સગીરાને ભગાડી ગયા બાદ આરોપી કાલાવડ પંથકમાં ખેતી કામ કરવા લાગ્યો હતો અને અહીં ઝૂંપડામાં જ તેણે સગીરાને રાખી હતીબંને ૨૭ દિવસ સાથે રહ્યા હોય આરોપીએ તેની સાથે શરીર સંબધં બાંધ્યો છે કે કેમ? તે જાણવા પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. જો આરોપીએ સગીરા સાથે શરીર સંબધં બાંધ્યો હશે તો તેની સામે દુષ્કર્મ અને પોકસોની કલમનો ઉમેરો કરવામાં આવશે.



પોલીસને જોઈ આરોપી ભાગ્યો પરંતુ તળાવ હોવાના લીધે સફળ ન થયો
કાલાવડના ખંઢેરા ગામે દુર્ગમ વિસ્તારમાં ત્રણ કિલોમીટર ચાલી પોલીસ અહીં પહોંચી ગયા બાદ પ્રથમ સગીરાને મુકત કરાવી હતી. દરમિયાન આરોપી પોલીસને જોઈને ભાગ્યો હતો. પરંતુ આગળ તળાવ હોય જેથી તે વધુ ભાગી ન શકતા પોલીસે તેને ઝડપી લીધો હતો.



પોલીસે રણુજાનગર, લોહાપરા, ગોંડલ સહિતના વિસ્તારોમાં તપાસ કરી
૧૩ વર્ષની સગીરાના અપહરણની ગંભીરતાને ધ્યાને લઈ ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે સગીરાના સગડ મેળવવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. લોહાપરા, રણુજાનગર સહિતના વિસ્તારોમાં તપાસ કર્યા બાદ પોલીસે ગોંડલમાં પણ આરોપીને લઇ તપાસ કરી હતી બાદમાં આરોપીની પ્રાથમિક માહિતી મળ્યા બાદ તેમણે આરોપીને ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી. આ કામગીરીમાં આમ્રપાલી પોલીસ ચોકીના પીએસઆઇ જે.જી. જાડેજા, એએસઆઈ જયસુખભાઇ હત્પંબલ,હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ મકરાણી, અમિતભાઈ કોરાટ, કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ગોહિલ, સુધીરભાઈ સુતરીયા અને મહિલા કોન્સ્ટેબલ શિલ્પાબેન રાણીવાડીયા સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application