પોલીસ લોન મેળો: કાલે સી.એમ.ના હસ્તે ૧,૨૮૨ લોકોને મળશે ધિરાણ

  • March 04, 2023 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્ય સરકાર દ્રારા વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશ અને સાથે પોલીસ દ્રારા જરૂરિયાતમંદો વ્યાજની ચૂંગાલમાં ન ફસાય તે માટે યોજાતા લોનમેળા અનુસંધાને રાજકોટમાં આવતીકાલે મુખ્યમંત્રી લોન ધિરાણ વિતરણ કાર્યક્રમ હેઠળ ૧૨૮૨ વ્યકિતઓને ૩,૪૫,૨૯,૦૦૦ની લોન ઈસ્યુ થયાના લેટર, ચેક આપવામાં આવશે.





રાજ્ય સરકારની ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્રારા પણ વ્યાજખોરો સામે મજબુતાઈથી એકસન લેવાયા હતા. ૫૯ ગુનાઓ દાખલ કરાયા અને ૭૪ શખસોન પકડી લેવાયા હતા.





વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસ મથકોમાં લોકદરબાર યોજવામાં આવ્યા હતા અને સાથે સાથ પોલીસ દ્રારા જરૂરિયાતમંદોને વ્યાજખોરોની ચૂંગાલમાં ન ફસાય અને બેન્કો, નાણા આપતી કંપનીઓ તેમજ સરકારી યોજનાઓ હેઠળ મળતી લોન, ધિરાણ, સહાય મળી રહે તે માટે લોકમેળાનું આયોજન ગત માસે કયુ હતું જેમાં અલગ અલગ બેન્કો, સરકારી એજન્સીઓના અધિકારીઓ, પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. લોનમેળામાં ૩૦૦૦ જેટલા લોકો ઉમટી પડયા હતા.





જે તે સમયે જ સખી મંડળની બહેનોને સરકારી યોજનામાં ધિરાણ અપાયા હતા. લોન વાચ્છુકો પાસેથી સરકારી એજન્સીઓ, બેન્કો દ્રારા ડોકયુમેન્ટસ મેળવાયા હતા જેમાં ૧૨૮૨ લોકોને પોલીસ લોન મેળા થકી ૩.૪૫ કરાડનું ધિરાણ મળશે. આજે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્રારા પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટ આવનાર હોવાથી પોલીસ હેડ કવાર્ટર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોન મંજૂર થયાના ચેક, ધિરાણ, સેકસન લેટર આપવામાં આવશે. ૩.૪૫ કરોડની લોનમાં સૌથી વધુ લાભાર્થી પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૧૨૪૬ વ્યકિતને ૧,૯૫,૭૦,૦૦૦ રૂપિયા અપાશે. ૧૫ વ્યકિતને ૭૦.૫૦ લાખની મુદ્રા લોન, છ વ્યકિતને સોના પર ૩૦.૭૪ લાખ, બેને ૨૧ લાખની હાઉસિંગ લોન, પાંચને ૧૦.૫૫ લાખની પર્સનલ લોન તથા ત્રણ ખેડૂતને ૧૭.૪૦ લાખની એગ્રિકલ્ચર લોન મળશે.





પોલીસ લોન મેળામાં સૌથી વધુ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મળશે. બેન્કોમાં લોનનો પ્રતિસાદ ડોકયુમેન્ટ કે જરૂરી સિકયુરિટી અભાવે સાવ નહીવત કે નબળો રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application