કર્ણાટક ચુંટણી જીતતા PM મોદીએ કોંગ્રેસને પાઠવી શુભકામનાઓ

  • May 13, 2023 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્ણાટક વિધાનસભાની તમામ 224 બેઠકો માટે વલણો બહાર છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ટ્રેન્ડમાં કર્ણાટકમાં છેલ્લા 38 વર્ષનો ટ્રેન્ડ બદલાતો જણાતો નથી. ટ્રેન્ડ મુજબ રાજ્યમાં ફરી એકવાર સરકાર બદલાઈ રહી છે.ટ્રેન્ડમાં કોંગ્રેસે મોટી લીડ લઈને બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. કોંગ્રેસે 136 સીટો જીતી છે.જ્યારે ભાજપે 64 બેઠકો જીતી છે. બેંગલુરુમાં પણ ભાજપ પાછળ છે. 

કર્ણાટક​​​​​​​માં કોંગ્રેસે 136 સીટ પર જીત મેળવી છે.જેના માટે કોંગ્રેસના ધારાસભ્યોને અગાઉથી જ બેંગ્લોર બોલાવી લેવામાં આવ્યા હતા.ચુંટણી જીતવા બદલ PM મોદીએ કોંગ્રેસને શુભકામના પાઠવી છે. 


PM મોદીએ કહ્યું કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત બદલ અભિનંદન. લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે મારી તેમને શુભેચ્છાઓ.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application