મોદીનું પંચામૃત : કેકેવી ઓવરબ્રિજ સહિત પાંચ પ્રોજેકટ ખુલ્લા મુકતા પીએમ

  • July 27, 2023 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેકેવી બ્રિજ : કાલાવડ રોડ ઉપર ટ્રાફિક સમસ્યાથી રાહત

ટ્રીટમેન્ટ પ્લાન્ટ : રૈયાધારે પ્લાન્ટથી ફોર્સથી પાણી મળશે

સુએઝ પ્લાન્ટ : આજી નદીમાં ભળતું ગટરનું પાણી બધં થશે

ન્યારીની લાઈન :  લાઇનથી લિકેજ–લાઈન લોસ ઘટી જશે

લાયબ્રેરી :  ઉપલાકાંઠે વાંચન અને નાગરિકોનું જ્ઞાન વધશે




રાજકોટ મહાનગરપાલિકાના કેકેવી બ્રિજ સહિત કુલ .૨૩૪.૦૮ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થશે.



કાર્યક્રમનું સંયુકત ડાયસ ફંકશન રેસકોર્ષ મેદાન ખાતે બપોરે ત્રણ કલાકે યોજાશે. પ્રધાનમંત્રીના હસ્તે વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી કાર્યક્રમ સ્થળેથી વિદાય લ્યે પછી સાંજના જીનિયસ સ્કુલ તથા સેલ્ફ ફાઇનાન્સ સ્કુલના ૭૫ વિધાર્થીઓ બાઈક દ્રારા બ્રિજ પર તિરંગા યાત્રા કરશે.



વિશેષમાં મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ જણાવ્યું હતું કે, આજરોજ રાજકોટ આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઇન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના–૩ની પાઈપલાઈન ઉપરાંત મહાનગરપાલિકાના . ૨૩૪.૦૮ કરોડના મલ્ટીલેવલ લાયઓવરબ્રિજ સહિતના વિવિધ પાંચ વિકાસકામોના લોકાર્પણ થશે.પ્રધાનમંત્રીના હસ્તે વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ થયા બાદ કાર્યક્રમ સ્થળેથી પ્રધાનમંત્રીની વિદાય બાદ જીનિયસ સ્કુલ તથા સેલ્ફ ફાઇનાન્સ સ્કુલના ૭૫ વિધાર્થીઓ બાઈક દ્રારા બ્રિજ પર તિરંગા યાત્રા કરશે. આ યાત્રાને મેયર સહિતના પદાધિકારીઓ, મ્યુનિ. કમિશનર વગેરે મહાનુભાવો દ્રારા લેગ ઓફ કરવામાં આવશે.





ઉપરોકત સંયુકત ડાયસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની સાથે ડાયસ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય રાય ઉડ્ડયન મંત્રી (જનરલ) ડો. વી.કે.સિંહ (સેવા નિવૃત), મંત્રી સંસદ સભ્ય સી.આર.પાટીલ, મંત્રી ઉધોગ, લઘુ, સુમ અને મધ્યમ ઉધોગ, કુટીર, ખદીર અને ગ્રામધોગ, નાગરિક ઉડન, શ્રમ અને રોજગાર બલવંતસિંહ રાજપૂત, સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, વન મંત્રી મુકેશભાઇ પટેલ, કૃષિ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ પાણી, મેયર ડો. પ્રદિપ ડવ, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ  બોદર, સાંસદો રમેશભાઈ ધડુક, મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડીયા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, જીતુભાઈ સોમાણી. દુર્લભજીભાઈ દેથરીયા અને શામજીભાઈ ચૌહાણ ઉપસ્થિત રહેશે.





રાજકોટ મહાનગરપાલિકા દ્રારા બનાવવામાં આવેલ .૧૨૯.૫૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ મલ્ટીલેવલ લાયઓવરબ્રિજ, કોઠારીયા વિસ્તારમાં .૨૪.૭૨ કરોડના ખર્ચે ૧૫ એમએલડી ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૈયાધાર ખાતે .૨૯.૭૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ન્યારી ડેમથી .૪૧.૭૧ કરોડના ખર્ચે નાખવામાં આવેલ પાણીની પાઈપલાઈનનું ઉપરાંત .૮.૩૯ કરોડના ખર્ચે વોર્ડ નં.૬માં બનાવવામાં આવેલ લાયબ્રેરીનું લોકાર્પણ થશે.



કેકેવી ચોકમાં ૧૨૯ કરોડના ખર્ચે નિર્મિત મલ્ટી લેવલ ઓવરબ્રિજ: દરરોજ બે લાખ વાહનચાલકોને રાહત
કેકેવી ઓવરબ્રિજની લંબાઇ ૧૧૫૨.૬૭ મીટર, પહોળાઇ ૧૫.૫૦ મીટર, સેન્ટ્રલ સ્પાનની ઐંચાઈ ૧૫.૦૦ મીટર, બ્રિજનો સ્લોપ ૧:૩૦ છે. આ બ્રિજ થતા રાજકોટથી કાલાવડ અને કાલાવડથી રાજકોટ આવન જાવન કરતા અંદાજે રોજિંદા બે લાખ જેટલા વાહનો ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત મળશે.




રૈયાધારે .૨૯.૭૩ કરોડના ખર્ચે નિર્મિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ: ૨.૪૦ લાખ લોકોને પૂરતા ફોર્સથી પાણી મળશે
સરકારની અમૃત યોજના હેઠળ રૈયાધાર ખાતે ૨૯.૭૩ કરોડના ખર્ચે ૫૦ મિલિયન લીટર ફિલ્ટર કેપેસિટી ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હેડ વકર્સ, ઇએસઆર તથા જીએસઆર બનાવવામાં આવેલ છે. આ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરી તેમાંથી પાણી વિતરણ ચાલુ કરતા નીચે મુજબના વિસ્તારોમાં લાભ મળશે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧, ૮, ૯,૧૦ તથા ૧૩નાં વિસ્તારને પાણી વિતરણ પૂરતા ફોર્સથી થઈ શકશે. અંદાજે ૨.૪૦ લાખ જેટલી વસતીને પાણીની સુવિધા મળશે.


કોઠારીયા ખાતે નવા ૧૫ મીલીયન લીટરનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ: બે લાખ લોકોની ડ્રેનેજ ફરિયાદનો હલ
કોઠારીયા વોર્ડ નં.૧૮માં  ૨૪.૭૨ કરોડના ખર્ચે ૧૩,૮૮૭ ચોરસ મીટર જગ્યામાં ૧૫ મીલીયન લિટરની પ્રતિ દિવસની ટ્રીટમેન્ટ ક્ષમતા સાથે, સિકવેંસિયલ બેચ રિએકટર ટેકનોલોજી ધરાવતો સંપૂર્ણ સ્કાડા સંચાલિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ટીએસપીએસ બનાવવાનું કામ અમૃત ૧ હેઠળ હાથ ધરવામાં આવ્યુ હતું. આ પ્લાન્ટથી વોર્ડ નં.૧૮ અને ૧૨ના કોઠારીયા તથા વાવડી વિસ્તારના અંદાજિત બે લાખ જેટલા રહેવાસીઓની ડ્રેનેજને લગતી સમસ્યાઓનું નિવારણ થશે. આ યોજનાથી આજી નદીમાં ભળતા ૧૫ મીલીયન લિટર પ્રતિદિન ગંદા પાણીનું શુદ્ધિકરણ થશે.


ઉપલાકાંઠે ૩૩૦૦૦ પુસ્તકોના વાંચન વૈભવ ૮.૩૯ કરોડના ખર્ચે નિર્મિત લાયબ્રેરી ખુલી

શહેરના ઉપલાકાંઠે .૮.૩૯ કરોડના ખર્ચે નિર્મિત લાઈબરીમાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષાના વિવિધ વિષયો જેવા કે સાહિત્ય, ફીલોસોફી ,ધર્મ, સામાજીક શાક્રો, વિવિધ ભાષાઓ ,ટેકનોલોજી, વિજ્ઞાન, વિવિધ કળાઓ,ભૂગોળ,ઇતિહાસ, જીવન ચરીત્રો,બાળ સાહિત્ય, વિધાર્થીઓને ઉપયોગી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી પુસ્તકો,રેર પુસ્તકો, દિવયાગો માટેના પુસ્તકો ,અને સંદર્ભના ૩૩ હજાર પુસ્તકોની સાથે સાથે બહેનો તથા બાળકો તથા વિધાર્થીઓને ઉપયોગ એયુકેશનલ ,જી.કે. ઝીયોગ્રાફી, સ્પોટર્સ,યોતીષ,ધર્મ, પઝલ્સ, યોગ તથા આરોગ્ય વિષયક વિવિધ ૨૦૦ જેવા મેગેજીન તથા ૨૦ જેવા વર્તમાન પત્રોની સાથે સાથે બાળકો માટે રમકડાં લાઇબ્રેરીમાં વિવિધ બોર્ડ,લર્નિગ,બ્લોક અને જનરલ ગેમ્સ, વુડન,સોલ્યુસન પઝલ્સ, સ્પોટર્સ, મ્યુઝીકલ બેટરી ઓપરેટેડ વિવિધ ૧૯૩૦ જેવા રમકડાંઓનો ખજાનાની સાથે સાથે વિવિધ ભાષાઓના સાયન્સ, ટેકનોલોઝી, મેડીકલ સાયન્સ, વિવિધ કળાઓ, બાળ ફિલ્મ, કાર્ટૂન, ગુજરાતી સાહીત્ય, નાટક, ઇતિહાસ, ભૂગોળ, ભારતીય ઇતિહાસ, પ્રવાસ, જીવન ચરીત્ર, કોમ્પ્યુટર એયુકેશનના ૩૨૦૦ જેવા ડીઝીટલ મીડીયા દ્રારા લાઈબ્રેરી સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે.


.૪૧.૭૧ કરોડના ખર્ચે ન્યારીથી રૈયાધાર સુધી નવી પાઇપલાઇન: ૨.૪૦ લાખ લોકોને ફાયદો
ન્યારી–૧ ડેમથી રૈયાધાર નવા બનેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં કામે રો–વોટર પહોચાડવા માટે .૪૧.૭૧ કરોડના ખર્ચે નવી પાઇપ લાઈન નાખવામાં આવેલ છે. આ નવી પાઈપલાઈનથી ન્યારી–૧ ડેમથી રૈયાધાર સુધી અંદાજે ૮૦ એમ.એલ. પાણી ટ્રાન્સફર કરી શકાશે. રૈયાધારનો જુનો ફીલ્ટર પ્લાન્ટ તથા નવો ફીલ્ટર પ્લાન્ટ બને મળી કુલ ૧૦૦ એમ.એલ.ડી.ની ક્ષમતા થશે. આ માટે વધારાનું પાણી જીડબ્લ્યુઆઇએલની પાઈપલાઈન મારફત લેવાશે. પ્રોજેકટનો લાભ રાજકોટ મહાનગરપાલિકા મુખ્યત્વે વોર્ડ નં.૧, ૮, ૯, ૧૦ તથા ૧૩ના વિસ્તારને પાણી સપ્લાયથશે તથા અંદાજે ૨,૪૦,૦૦૦ જેટલી વસ્તીને સદરહત્પ પાઈપલાઈન દ્રારા પાણી પુ પાડવાંમાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application