ધ્રોલમાં પત્નીની હત્યા કરનાર પતિ પાસે પિસ્તોલ મળી

  • October 27, 2023 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલ તાલુકાના વાગુદડ ગામમાં પરપ્રાંતિય શ્રમીક મહિલાની હત્યા કરીને ભાગી છૂટેલો તેનો પતિ જાયવા ગામની સીમમાંી ઝડપાયો છે. જેના ઘરની તલાસી દરમિયાન એક પિસ્ટલ અને કાર્ટીઝ મળી આવી છે. જે કબજે કરી લઈ તેની સામે અલગી ગુનો નોંધ્યો છે.



ધ્રોલમાં હત્યાનો બનાવ સામે આવતા જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ સીપીઆઇ એમ.બી. ગજજરના સુપરવિઝન હેઠળ ધ્રોલ પીએસઆઇ પી.જી. પનારા અને સ્ટાફ દ્વારા સધન તપાસ આદરી હતી. ધ્રોલ તાલુકાના વાગુદડ ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાં રહીને મજૂરી કામ કરતી હુગરીબેન વાસકેલીયા નામની મહિલાની તેના પતિ સરદાર વાસ્કેલીયા દ્વારા ચારિત્રની શંકાના આધારે ગળાના ભાગે ધારિયાનો ઘા ઝીંકી દઈ હત્યા નિપજાવી હતી, અને ભાગી છુટ્યો હતો. દરમ્યાન અલગ અલગ ટીમ બનાવીને સ્ટાફના હેડ કોન્સ. ડી.પી. વઘોરાને ખાનગી રાહે બાતમી મળી હતી 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application