PGVCLનું ચેકિંગ : રાજકોટના આ વિસ્તારમાં સવારથી PGVCLના દરોડા, વીજચોરોમાં ફફડાટ

  • May 08, 2023 12:08 PM 



રાજકોટ PGVCL ફરી સક્રિય બન્યું છે. આજે ફરી શહેરના અલગઅલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કુલ 43 ટીમ ફિલ્ડમાં ઉતરી શહેરના પોપટપરા, આમ્રપાલી, શાસ્ત્રી મેદાન સહિતના વિસ્તારમાં ચેકિંગથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.




રાજકોટ સિટિ ડિવિઝન 2 હેઠળ આજે PGVCL દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી PGVCLની ટીમ મેદાને ઉતરી છે. કુલ 43 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ચેકિંગમાં 18 એક્સ આર્મીમેન, SRPના 14 જવાનો, વિડિયોગ્રાફર 4 સહિતનાને સાથે રાખી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નીચે મુજબના વિસ્તારમાં PGVCL દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે...



1. પોપટપરા, રઘુનંદન સોસાયટી

2. સંતોષિનગર, શક્તિનગર, મનહર પૂર

3. નેહરુ નગર, શિવપરા, છોટુનગર

4. ભીલવાસ, ઠક્કરબાપા વાસ, સરદાર



રાજકોટ શહેરમાં અગાઉ પણ PGVCLએ લાખોની વિજચોરી પકડાયા બાદ આજે ફરી ચેકિંગને લઈને વીજચોરી કારનારાઓમાં ફફડાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application