રાજકોટમાં સતત બીજા દિવસે PGVCLના દરોડા : કુલ 33 ટીમ મેદાને

  • June 06, 2023 09:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં સતત બીજા દિવસે પીજીવીસીએલના દરોડા યથાવત છે. ગત મહિને સૌરાષ્ટ્ર-કચ્છમાંથી કરોડોની અને રાજકોટમાંથી લાખોની વીજચોરી પકડાયા બાદ ફરી પીજીવીસીએલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




રાજકોટ સીટી ડિવિઝન 2 હેઠળ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. કુલ 33 ટીમ ચેકીંગની કામગીરીમાં મેદાને ઉતરી છે. જેમાં SRPના 13 જવાનો, એક્સ આર્મી મેન 13, વિડિયોગ્રાફર 4 સહિતના જોડાયા છે.



રાજકોટ શહેરમાં આજે સૈનિક સોસાયટી, ઘંટેશ્વર, બજરંગ વાડી, શીતલ પાર્ક, રેસકોર્સ પાર્ક, પોપટપરા સહિતના વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી પીજીવીસીએલની ટીમ મેદાને ઉતરી છે. વીજચોરી કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application