PGVCLના દરોડા : રાજકોટમાં આજે વહેલી સવારથી 43 ટીમ મેદાને, વીજચોરી કરનારાઓમાં ફફડાટ

  • August 08, 2023 01:27 PM 

રાજકોટ પીજીવીસીએલ દ્વારા આજે ફરી કોર્પોરેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજકોટ શહેરના સીટી ડિવિઝન 1  હેઠળ પ્રહલાદ પ્લોટ, મિલપરા, કોઠારીયા રોડ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.



વહેલી સવારથી આજે pgvclની કુલ 43 જેટલી ટીમ મેદાને ઉતરી છે. SRPના 13 જવાનો, સ્થાનિક પોલીસ 16, 15 સિક્યુરિટી ગાર્ડ, 4 વિડિયોગ્રાફર સહિતના આ ચેકિંગ ડ્રાઈવમાં જોડાયા છે.




રાજકોટના આ વિસ્તારમાં આજે પીજીવીસીએલનું ચેકિંગ

ગઈકાલે 35 લાખથી વધુની વીજચોરી પકડાયા બાદ આજે ફરી પીજીવીસીએલ દ્વારા ચેકિંગનો ધમધમાટ શરૂ કરાયો છે. ખત્રીવાડ, કેનાલ રોડ, સોની બજાર, લક્ષ્મીવાડી, એકતા કોલોની, જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં આજે ચેકિંગ હાથ ધરાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application