પીજીવીસીએલ દ્રારા નવા કનેકશનો માટે ફરજિયાત ઓનલાઇન પ્રથા દાખલ

  • August 02, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓનલાઇન સીસ્ટમની વિસંગતતાઓ, મર્યાદાઓ છતાં
વીજજોડાણ માટે હવે સબ ડિવિઝનમાં અરજી કરવાનું બધં : પીજીવીસીએલ પોર્ટલ, વેબસાઇટ સરળ નહીં હોવાથી સામાન્ય લોકોએ ફરજિયાત એજન્ટોનો સહારો લેવો પડે એવી હાલત




પીજીવીસીએલ તંત્રે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છમાં આજથી નવા વીજ કનેકશન માટે ગ્રાહકોને ફરજીયાત ઓનલાઇન અરજી કરવાનો નિયમ દાખલ કરી દેતા ઓનલાઇન સિસ્ટમની અનેક મર્યાદાઓ અને વિસંગતતાઓને કારણે નવું વીજ કનેકશન મેળવવા સામાન્ય લોકોએ લાચાર દશામાં મુકાવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.



જાણવા મળ્યા મુજબ ઉર્જા વિકાસ નિગમ દ્રારા રાયની પીજીવીસીએલ સહિત ચારેય ડિસ્કોમ કંપનીઓમાં આજથી જ લોકોએ નવું વીજ કનેકશન જોતું હોય તો ફરજિયાત ઓનલાઇન અરજી કરવાનો નિયમ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં નવું વીજ કનેકશન મેળવવું હોય તો વીજતંત્રની સાઇટ ઉપર જઇ આઈડી પ્રૂફ એડ્રેસ પ્રૂફ જરી અન્ય સર્ટિફીકેટ, જરી ફી સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અરજીની ઓનલાઇન ચકાસણી માટે પીજીવીસીએલ કોર્પેારેટ કચેરી ખાતે ડેપ્યુટી એન્જિનિયર, બે જુનિયર એન્જિનિયર, ચાર એકાઉન્ટન્ટ અને ૧૨ જુનિયર આસિસ્ટન્ટ દ્રારા અરજી ચકાસી તેની ક્ષતિપૂર્તિ કરાવીને જે તે સબ ડિવિઝનને મોકલાશે, બાદમાં સબ ડિવિઝનના અધિકારીઓ જે તે સ્થળના સર્વે કરી રિપોર્ટ આપશે, નવા કનેકશનના નાણા ભરાવશે અને બાદમાં વીજ કનેકશનની કાર્યવાહી થશે.દરમિયાન ઓનલાઈન પ્રથામાં અનેક મર્યાદાઓ અને વિસંગતતાઓ રહેલી હોવાનું તાજેતરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા યોજાયેલા ઓપન હાઉસ દરમિયાન બહાર આવ્યું હતું.




આ ઉપરાંત પીજીવીસીએલનું પોર્ટલ કે વેબસાઈટ કેટલા બધા જટિલ છે કે સામાન્ય લોકોએ ગોથા ખાવા પડે તેવી હાલત છે, આ ઉપરાંત હાલ પણ પુષ્કળ લોકોને કોમ્પ્યુટર કે મોબાઈલ દ્રારા ઓનલાઇન પ્રથાની જાણકારી નથી, આવા તમામ સંજોગોમાં
નવા વીજ કનેકશન માટે ફરજીયાત ઓનલાઇન સીસ્ટમ દાખલ કરાતાં લોકોએ ફરજિયાત સબ ડિવિઝનોની આગળ પાછળ આંટા મારતા એજન્ટોનો સહારો લેવો પડે તેવી હાલત છે. થી પીજીવીસીએલ તત્રં દ્રારા પોર્ટલ કે વેબસાઈટ સરળ બનાવવા જોઈએ અને ત્યારબાદ ઓનલાઇન પ્રથા દાખલ કરવી જોઈએ તેવો સૂર ઉઠો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application