લંપટ મનીષ બુચ પ્રકરણમાં રાજ્યપાલને આવેદનપત્ર આપવાની કોશિષ કરતા એનએસયુઆઇના બે ની અટક

  • April 25, 2023 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં લાખાબાવળની કોલેજમાં મહત્વના હોદ્દા પર કામ કરી રહેલા મનીષ બુચની સામે સગીર વયની વિદ્યાર્થી પર દુષ્કર્મ કરવા અંગેના કેસમાં લાખાબાવળની તમામ સંસ્થાઓમાં કમિટી બનાવીને એકેડમીક તપાસ કરવા એનએસયુઆઇની માંગણી સાથે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આવેદન આપવાનો પ્રયાસ કરનાર એનએસયુઆઇના રવિરાજસિંહ ગોહિલ અને મહિપાલસિંહ જાડેજાની પોલીસે અટકાયત કરી હતી.



રાજ્યપાલને આવેદન પાઠવાનારા પત્રમાં એવું જણાવાયું છે કે, થોડા દિવસ પહેલા જામનગરમાં શિક્ષણને કલંકીત કરે તેવી ઘટના સામે આવી છે. જેમા મનીષ બુચ નામના વ્યકિત દ્વારા સગીર વયની વિદ્યાર્થીની ઉપર રેપ જેવી નીંદનીય ઘટના સામે આવી છે. લંપટ મનીષ બુચ પેપર લીક કોભાંડમા પણ સંડોવાયેલ છે. અને છેલ્લા ઘણા વર્ષોથી લાખાબાવળની મીનાક્ષીબેન દવે કોલેજ, અક્ષરપ્રીત કોલેજ, દયામન કોલેજ અને એસકેઇએફટી સ્કુલના મહત્વના હોદા પર ફરજ બજાવતા હતા. જો આ લંપટ શિક્ષકએ વર્ષો પહેલા સગીર વયની દીકરી પર અઘટીત ઘટના કરેલ છે તે હાલની સંસ્થામા ના થયેલ હોય તેવુ માની સકાય એમ નથી.



ઉપરોકત લાખાબાવળની સંસ્થામા હાલ અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીએ સામે પણ આ લંપટ શિક્ષક દ્વારા ઇન્ટરનલ માર્કસ પેપર ના લોભ લાલચ અને ધમકીઓ આપીને વિદ્યાર્થીઓને પરેશાન કરવાના બનાવ બનેલ છે. પરંતુ વિદ્યાર્થીનીઓ પોતાના કેરીયર અને સામાજીક બદનામીના ડરે પોતાની રજુઆત કરતા બીક અનુભવી રહી છે. અને આ અંગેની લેખીતમા ફરીયાદ અમોએ સૌરાષ્ટ્ર યુની. ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડીયા અને જામનગર જીલ્લા શિક્ષણાધીકારીને કરેલ છે.


આપ ગુજરાતની યુનીર્વસીટીઓના વડા છો માટે આપને નમન અરજ છે કે ઉપરોકત લાખાબાવળની તમામ સંસ્થાઓમાં કમીટી બનાવીને એકેડમીક તપાસ કરવામાં આવે. કોલેજની તમામ વિદ્યાર્થીઓના નીવેદનો અને અભીપ્રાય લેવામાં આવે તો ખુબ મોટા ગેરરીતીઓ સામે આવાની સકયતાઓ છે. અને આ લંપટ શિક્ષકને કોલેજ માંથી પણ સાથ સહકાર આપનારા પણ ખુલ્લા પડવાની શકયતા છે અને અંતે તો જામનગરની વિદ્યાર્થીઓને ન્યાય મડવાની પુરેપુરી અપેક્ષા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application