કિંમતી ખેતીની જમીનો સંબંધે મનાઈ હુકમની અરજી રદ્

  • February 09, 2023 12:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના નગરસીમ વિસ્તારમાં રે.સ.નં.૮૬૫, ૮૮૧, ૮૯૮, ૧૦૧૩ વાળી ખેતીની જમીન આવેલ છે. હાજીભાઈના પુત્રો મામદ હાજી, જુમા હાજી અને સુલેમાન હાજી આ જમીનનોના માલિક હતાં. મામદ હાજીના પુત્ર મુસા મામદ તરફથી ૧૯૬૯ની સાલમાં દાવો થયેલ અને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સેક્ધડ અપીલ પણ થયેલ.


​​​​​​​ મામદ હાજી, જુમા હાજી અને સુલેમાન હાજી એમ ત્રણે’ય ભાઈઓનો ત્રીજો ભાગ નક્કી થયેલ અને તે મુજબ જમીનના ભાગ પડી ગયેલ તેમ છતાં હાજીભાઈની પુત્રી હવાબાઈ હાજી મહોવાનું જણાવી તેણીના વારસદારોના વારસદારો ગની ઈશા વગેરે તરફથી આ જમીનમાં હક્ક થતો હોવાનું જણાવી બસીર મુસા, ઈબ્રાહીમ જુમા વગેરે સામે દાવો દાખલ કરે તે દાવામાં પ્રતિવાદીઓ જમીન વેંચાણ ન કરે તે સંબંધે મનાઈ હુકમની અરજી કરેલ પ્રતિવાદી તરફથી વાંધો લેવામાં આવેલ કે અગાઉના દાવાની કાર્યવાહી હાઈકોર્ટ સુધી પૂર્ણ થઈ ગયેલ છે તે પછી આશરે ર૭ વર્ષ બાદ આ બીજો દાવો કરવામાં આવેલ છે. વાદીની દાવાની અરજી ઉપરથી જરૂરી તમામ પક્ષકારોને જોડેલ નથી.


વાદીઓને દાવાવાળી મિલ્કતમાં પ્રથમ દર્શીનીયે હક્ક હોવાનું કે દાવો ચાલવા પાત્ર હોવાનું જણાતું નથી. તેથી વાદીની મનાઈ હુકમની અરજી રદ્ થવાને પાત્ર છે. આ અરજીની સુનાવણી બાદ જામનગરના સિવિલ જજ પી.કે.ખાનચંદાણીએ વાદીની વચગાળાના મનાઈ હુકમની અરજી રદ્ કરેલ છે. પ્રતિવાદી બસીર મુસા, ઈબ્રાહીમ જુમા વગેરે તરફે વકીલ અનિલ સી. કોઠારી, રવિનદ્ર  વાલજી વાઘેલા રોકાયેલ હતાં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application