પેરીનેટલ મૂડ એન્ડ એન્ઝાઈટી ડિસઓર્ડર (PAMD): ગર્ભાવસ્થા અને ત્યારબાદ થતી સ્ત્રીની માનસિક અવસ્થા અંગે જાણો...

  • July 27, 2023 09:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાળકો હોવું એ વ્યક્તિના જીવનની સૌથી મોટી અને સુખી ઘટનામાંની એક  હોઈ શકે છે પરંતુ ઘણી વખત સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમ્યાન અને બાળક થયા પછી ઘણા શારીરિક અને ભાવનાત્મક ફેરફાર થઈ શકે છે જે સગર્ભા સ્ત્રી અને નવા માતા-પિતાને ઉદાસ, બેચેન અને મૂંઝવણમાં મૂકી શકે છે. જેમાં સ્ત્રીઓ વધુ થાક અને ચિંતા નો અનુભવ કરે છે. આને પેરીનેટલ અથવા પોસ્ટપાર્ટમ મૂડ એન્ડ એન્ઝાઈટી ડિસઓર્ડર કહે છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થી વસોયા પૃથ્વીએ અધ્યાપક ડૉ. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં એક અહેવાલ તૈયાર કર્યો.



PMADના કારણો

ભૌતિક, શારીરિક,માનસિક અને પર્યાવરણીય ફેરફારોની જટિલ બાબતો PMADનું કારણ બની શકે છે. સગર્ભાવસ્થા દરમિયાન અને તે પછી સેક્સ અને સ્ટ્રેસ હોર્મોન્સમાં ઝડપી ફેરફાર સ્ત્રી ના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. વધુમાં ઊંઘ, સંબંધો, કામ અને નાણાકીય સ્થિતિમાં ફેરફાર તણાવમાં વધારો કરી શકે છે. જે PMAD વિકસાવવામાં પરિણમી શકે છે. આલ્કોહોલ અથવા ડ્રગ્સના દૂર ઉપયોગ PMAD તરફ દોરી જાય છે. આ ઉપરાંત બાળક આવ્યા પછી સ્ત્રીઓના શરીરમાં થતા ફેરફાર તેને આ ડિસઓર્ડર તરફ દોરી જાય છે.



PMADના કારણે થતી અન્ય માનસિક સમસ્યાઓ

ચિંતા વિકૃતિ
અનિવાર્ય ક્રિયા દબાણ
અનિવાર્ય મનોદબાણ
મંદમનોવિકૃતિ
હતાશા
ખિન્નતા
તણાવ



PMADના લક્ષણો

ગુસ્સો અને ક્રોધની લાગણી
અનિદ્રા
બાળકો અથવા પોતાની જાતને નુકસાન પહોંચાડવાના વિચારો
બાળકોમાં રસ નો અભાવ
મા બનવાના નિર્ણયનો અફસોસ
અપરાધની લાગણી
આત્મહત્યાના વિચાર
જાતિય સબંધમાં અરુચિ
સતત રડવું આવવું
ઉબકા
ચક્કર આવવા
માથાનો દુખાવો
છાતીમાં દુખાવો
હાફ ચડવો




PMADની સારવાર

PMADની સારવાર માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. કારણ કે, PMAD બંનેના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. યોગ્ય સારવાર મળતા મોટા ભાગની સ્ત્રીઓના લક્ષણોમાં સુધારો થાય છે. PMADની સારવારમાં ઘણીવાર ઉપચાર, દવાઓ અથવા બંનેના મિશ્રણનો સમાવેશ થાય છે. આ દ્વારા લક્ષણો ન ઘટે તો મગજની ઉતેજના ઉપચાર જરૂરી છે. ટોક થેરાપી પણ મદદ કરી શકે છે. CBT & IPT દ્વારા પણ ઉપચાર થાય છે. પરિવારના સભ્યોને સલાહ, વ્યક્તિગત ઉપચાર, માનસિક મૂલ્યાંકન, દવાવ્યવસ્થાપન, સહાય અને ઉપચારનો સમાવેશ થઈ શકે છે. મનોવિજ્ઞાનિક અથવા કાઉન્સેલર સાથે ઉપચાર વિશે વાત કરી શકાય છે.

પેરીનેટલ માનસિક બીમારીએ ગર્ભાવસ્થા અને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન સમયગાળાની નોંધપાત્ર માનસિક સમસ્યાઓ છે. આ વિકૃતિઓમાં હતાશા, ચિંતાની વિકૃતિઓ અને પોસ્ટપાર્ટમ સાયકોસિસનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે બાયપોલર ડિસઓર્ડર તરીકે પ્રગટ થાય છે. પેરીનેટલ સાયકિયાટ્રિક ડિસઓર્ડર સ્ત્રીના કાર્યને નબળું પાડે છે અને તે તેના સંતાનના વિકાસ સાથે સંકળાયેલા છે. જોખમી પરિબળોમાં હતાશા, અસ્વસ્થતા અથવા બાયપોલર ડિસઓર્ડરનો ભૂતકાળનો ઇતિહાસ તેમજ મનોસામાજિક પરિબળોનો સમાવેશ થાય છે, જેમ કે જીવનસાથી સાથે સંઘર્ષ, નબળી સામાજિક સહાય અને  તણાવપૂર્ણ જીવનની ઘટનાઓ.  ડિપ્રેશન, ચિંતાના પ્રારંભિક લક્ષણો ગર્ભાવસ્થા અને પોસ્ટપાર્ટમ સમયગાળામાં સ્ક્રીનીંગ દ્વારા શોધી શકાય છે.  પેરીનેટલ સાયકિયાટ્રિક ડિસઓર્ડરની વહેલી શોધ અને અસરકારક વ્યવસ્થાપન મહિલાઓ અને તેમના સંતાનોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application