જામનગરની ભાગોળે આવેલ ગોરધનપર ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એપ્રિલ-૨૦૨૨ માં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશ્નલ મેડીસનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જેની કામગીરી સાડા ત્રણ વર્ષમાં ૭૯ ટકા પૂર્ણ થઇ છે. તેમ રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીના પ્રશ્ર્નમાં આયુષ મંત્રાલયે પ્રત્યુતરમાં જણાવ્યું હતું.
વિશ્વમાં કોરોના કાળમાં જેની મહત્તા સામે આવી છે તેવી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓને એક છત્ર હેઠળ લાવીને માનવ જાતના કલ્યાણ માટે કામ થાય તે માટે પીએમ નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી જામનગરથી ૮ કીલોમીટર દુરના ખંભાળીયા હાઈ-વે ઉપરના ગોરધનપર ગામ પાસે આગામી સમયમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું માળખાગત કામ ૭૯ ટકા પુરું થઈ ગયું છે. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પુછેલા પ્રશ્ર્નના જવાબમાં આયુષ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી હતી.
વડાપ્રધાન દ્વારા તા.૧૯ એપ્રિલ-૨૦રરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા તથા વિશ્વભરના ટોચના નેતાઓ, રાજદુતો, તજજ્ઞોની ઉપસ્થિતિમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનો શિલાન્યાસ કરવામાં આવ્યા બાદ છેલ્લા બે વર્ષથી આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનની કામચલાઉ ઓફીસ જામનગરના રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન એવા આઈટીઆરએના આંગણામાં ખુલી ગઈ છે. જ્યાં વહિવટી કા થઈ રહ્યું છે.
રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પુછેલા પ્રશ્નમાં આયુષ મંત્રાલલએ જવાબ આપ્યો છે કે, પરાપુર્વના ચિકિત્સા જ્ઞાન અને મોડર્ન સાયન્સને જોડવાના વ્યુહાત્મક લક્ષ્ય સાથે બની રહેલા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનના માળખાકીય કામમાં ૭૯ ટકા પ્રગતિ થઈ છે. તેમજ નાણાકીય બાબતોમાં ૪૦ ટકા પ્રગતિ થઈ છે. વિશ્વભરના માનવ સમુદાયના નિરામય-સ્વસ્થ જીવન માટેના આ સેન્ટરએ જામનગરને વિશ્વ નકશા ઉપર મુક્યું છે.
આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન એ આધારભુત પ્રમાણો સાથેની તમામ પરંરાગત ચિકિત્સાઓને જોડતા સંકલિત મહત્વના જ્ઞાન કેન્દ્ર તરીકે વેશ્વિક સ્તરે ઉભરી આવશે, તેમ રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ સોશ્યલ મીડીયા પોસ્ટમાં શેર કર્યું છે.