રાજકોટ પાડાસણ ગામના લોકોનો CP કચેરીએ જમાવડો : માલધારી શખ્સ ઢોરને ખેતરમાં ખુલ્લા છોડી દેતો હોવાનો આક્ષેપ, વિરોધ કરનાર વ્યક્તિના ભાંગી નાખ્યા ટાંટિયા

  • February 16, 2023 06:30 PM 

રાજકોટના પાડાસણ ગામના પટેલ સમાજના લોકો આજે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. માલધારી સમાજના એક શખ્સ દ્વારા ત્રાસ આપતો હોવાની ફરિયાદ સાથે મોટી સંખ્યામાં પટેલ સમાજના લોકો પોલીસ કમિશનર ઓફિસે પહોંચી રજૂઆત કરી હતી. માલધારી સમાજનો આ શખ્સ ખેડૂતોની વાડીમાં ઢોરને ખુલ્લા છોડી દે છે જેને લઈને પાકને નુકસાની થાય છે. આ સાથે જ જ્યારે આ બાબતે વિરોધ કરતા માલધારી સમાજના આ શખ્સે પટેલ સમાજના વ્યક્તિને માર માર્યો હતો અને પગ ભાંગી નાખ્યાં હતા. ન્યાયની માંગ સાથે આજે પટેલ સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી આ શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે પહોંચ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application