વ્હોટ્સ એપથી ૨,૦૯,૩૧૩ મિલકત વેરા બિલની બજવણી; ૧૪૦ કરોડની આવક

  • May 22, 2023 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨,૨૬,૪૪૫ મિલકતધારકોએ વેરો ચૂકતે કર્યો: એડવાન્સ વેરા ઉપર ૧૦ ટકા વળતરની યોજના તા.૩૧ મે સુધી અમલી, જુનથી પાંચ ટકા વળતર




રાજકોટ મહાનગરપાલિકાએ ૨,૦૯,૩૧૩ મિલકત ધારકોને વ્હોટ્સ એપથી વેરા બીલની બજવણી કરતા ચાલુ નાણાંકીય વર્ષના પ્રારંભથી આજ દિવસ સુધીમાં ૨,૨૬,૪૪૫ મિલ્કતધારકોએ વેરો ભરપાઇ કર્યો છે જેના પરિણામે રૂ.૧૪૦ કરોડની માતબર આવક થઈ છે.



રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪નો મિલકત વેરો તેમજ અગાઉનો બાકી વેરો સ્વીકારવામાં આવી રહ્યા છે. નિયમિત કરદાતાઓનાં લાભાર્થે એડવાન્સ મિલકત વેરા વાસૂલાત વળતર યોજનાનો અનેક લોકો લાભ લઇ રહ્યા છે, જ્યારે અગાઉનો બાકી વેરો ચૂકવવાનો બાકી છે તેવા કરદાતાઓ માટે બાકી વેરાની રકમ પર ચડતું વ્યાજ બંધ થઇ જાય તે પ્રકારના લાભ સાથેની વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ પણ અમલમાં છે અને તેમાં પણ અનેક લોકો લાભ લઇ રહ્યા છે. સાથોસાથ જે કરદાતાઓનો વેરો લાંબા સમયથી ચુકવવાનો છે તેઓ સામે નિયમ અનુસાર મિલકત સીલ, ટાંચ વગેરે જેવી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં મહાનગરપાલિકાએ નાગરિકોને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪નાં મિલકત વેરાના બિલ મોકલવાનું પણ શરૂ કરી દીધું છે. જેમાં તા ૦૪-૦૫-૨૦૨૩ થી અત્યાર સુધીમાં કુલ ૨,૦૯,૩૧૩ લોકોને વોટ્સએપથી મિલકત વેરાના બિલ મોકલી આપવામાં આવેલ છે. બિલ મોકલવાની કામગીરી હજુ પણ ચાલુ જ છે.



વિશેષમાં મેયર ડૉ. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે પણ મોટી સંખ્યામાં રાજકોટના કરદાતાઓ રોકડ કે ચેકને બદલે ઓનલાઈન વેરો ચૂકવવાનું પસંદ કરી રહ્યા છે. તા.૧૦-૪-૨૦૨૩ થી તા.૨૧-૫-૨૦૨૩ સુધીમાં આશરે ૧,૫૩,૬૫૭ કરતા વધુ લોકો ટેક્સ પેટે રૂ.૮૮.૯૧ કરોડ જેવી ચૂકવેલ છે. આ સહીત વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ ૨,૨૬,૪૪૫ લોકોએ રાજકોટ મહાનગરપાલિકામાં વેરા પેટે કુલ રૂ.૧૩૯.૮૦ કરોડ જેવી રકમ ચૂકવી નાગરિક ધર્મ બજાવ્યો છે.



રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના કરદાતાઓનાં લાભાર્થે જુદીજુદી બે યોજનાઓ જેવી કે એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજના અને વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ હાલ અમલમાં મુકેલી છે અને નાગરિકોને તેનો ખુબ જ ફાયદો ઉઠાવી રહ્યા છે. સાથોસાથ વર્તમાન નાણાકીય વર્ષની શરૂઆતથી જ બાકી વેરો વસૂલવા માટે ટેક્સ રીકવરી ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે, જેમાં નિયમ અનુસાર મિલકત સીલ, ટાંચ વગેરે જેવી કાર્યવાહી થઇ રહી છે. તા.૧૦-૪-૨૦૨૩થી તા. ૨૧-૫-૨૦૨૩ સુધીમાં વેરા વસૂલાત શાખાએ બાકી વેરો વસૂલ કરવા માટે કુલ ૮૫૮ મિલકતો સીલ કરેલ છે. આ ઝુંબેશની કામગીરી દરમ્યાન કુલ રૂ.૧૩૯.૮૦ની ટેક્સ રીકવરી પણ કરવામાં આવેલ છે.



દરમ્યાન તા. ૧૦-૦૪-૨૦૨૩ થી તા. ૨૧-૦૫-૨૦૨૩ સુધીમાં ૨,૨૬,૪૪૫ જેટલા કરદાતાઓએ એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજનાનો લાભ લીધો છે. જેમાં ૨,૨૬,૪૪૫ કરદાતાઓએ કુલ રૂ. ૧૩૯.૮૦ કરોડ જેટલી રકમ ટેક્સ પેટે ચુકવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કરદાતાઓને વળતર પેટે કુલ રૂ. ૧૫.૪૬ કરોડ જેટલી રકમનો લાભ આપવામાં આવેલ છે. આ જ પ્રકારે તા. ૧૪-૦૨-૨૦૨૩ થી તા. ૨૧-૦૫-૨૦૨૩ સુધીમાં ૯૩૮૯ જેટલા કરદાતાઓએ વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લીધો છે. જેમાં ૯૩૮૯ કરદાતાઓએ કુલ રૂ. ૧૩.૧૩ કરોડ જેટલી રકમ ટેક્સ પેટે ચૂકવેલ છે.


જે નાગરિકોએ હજુ સુધી વેરો ચૂકવેલ નાં હોય તેઓને એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજનાનો લાભ લેવા તેમજ લાંબા સમયથી વેરો ચૂકવવાનો બાકી હોય તેવા કરદાતાઓને વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો છે. વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ તા. સુધી ચાલુ રહેશે અને તેનો લાભ લેનાર કરદાતાઓને આગલા બાકી વેરાની રકમ ચડતું વ્યાજ બંધ થવાનો લાભ પ્રાપ્ત થઇ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application