ડેબીટ કાર્ડને કહો બાય બાય.. આધારકાર્ડથી થઇ શકશે Google Payમાં પેમેન્ટ,આ રીતે કરો સેટિંગ  

  • June 08, 2023 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુગલ પે થી પેમેન્ટ કરવા માટે ડેબીટ કાર્ડની જરૂર પડે છે.ડેબીટ કાર્ડ વગર ગૂગલે પે શરુ પણ થતું નથી.પણ હવે ગૂગલ પેથી પેમેન્ટ કરવા માટે ડેબીટ કાર્ડની જરૂર નથી. માત્ર આધાર કાર્ડથી જ ગૂગલ પે ને ચલાવી શકશો.પણ તેના માટે થોડા સેટિંગ કરવા જોશે.કઈ રીતે તે જાણીએ.


તમારામાંથી ઘણા લોકો ઓનલાઈન UPI પેમેન્ટનો ઉપયોગ કરતા હશે. સામાન્ય રીતે UPI પેમેન્ટ સેટ કરવા માટે ડેબિટ કાર્ડની વિગતો જરૂરી હોય છે પરંતુ હવે ગૂગલે મોટી રાહત આપતા આ જરૂરિયાતને દૂર કરી છે. હવે તમે તમારા આધાર નંબર વડે Google Pay ઍક્સેસ કરી શકો છો અને UPI પેમેન્ટનો ઉપયોગ કરી શકો છો.


Google India એ UIDAI સાથે આધાર નંબર આધારિત UPI ચુકવણીઓ માટે ભાગીદારી કરી છે. હાલમાં કોઈપણ UPI પેમેન્ટ એપ આવી સુવિધા આપી રહી નથી. કોઈપણ UPAI પેમેન્ટ એપ માટે ડેબિટ કાર્ડ નંબર અને પિન જરૂરી છે, પરંતુ હવે માત્ર આધાર નંબર જ તમારું કામ કરશે.


આધાર નંબર સાથે Google Payનો ઉપયોગ કરવા માટે તમારો મોબાઈલ નંબર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ અને મોબાઈલ નંબર પણ આધાર સાથે લિંક હોવો જોઈએ. Google Payની આ સુવિધા હાલમાં માત્ર કેટલીક બેંકો માટે જ ઉપલબ્ધ છે પરંતુ ટૂંક સમયમાં તે તમામ બેંકો માટે બહાર પાડવામાં આવશે.


સેટઅપ કરવા માટે, પહેલા Google Pay એપ ડાઉનલોડ કરો. તે પછી સેટિંગ્સમાં જાઓ. ત્યાં તમને ડેબિટ કાર્ડ સિવાય આધાર નંબરનો વિકલ્પ દેખાશે. હવે આધારના વિકલ્પ પર ક્લિક કરો અને OTP દાખલ કરીને આગળ વધો.


OTP દાખલ કર્યા પછી તમને એક પિન પૂછવામાં આવશે. જે Google Pay એપ્લિકેશન માટે હશે એટલે કે જ્યારે પણ તમે Google Pay દ્વારા ચુકવણી કરશો. ત્યારે તમારે આ છ-અંકના પિનની જરૂર પડશે. તો આ પિન યાદ રાખો. હવે પિન સેટ કર્યા પછી જે બેંક એકાઉન્ટ સાથે તમારો આધાર નંબર લિંક થશે. તે એકાઉન્ટ Google Payમાં દેખાશે. હવે તમે Google Payનો આરામથી ઉપયોગ કરી શકશો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application