સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા હોમગાર્ડઝના સભ્યો દ્વારા ધ્રોલ સ્મશાન ગૃહની સાફ-સફાઈ કરાઈ

  • September 26, 2024 02:11 PM 

સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા હોમગાર્ડઝના સભ્યો દ્વારા ધ્રોલ સ્મશાન ગૃહની સાફ-સફાઈ કરાઈ

જામનગર તા.26, રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલ સ્વચ્છતા હિ સેવા પખવાડિયા અભિયાન અંતર્ગત અને જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડયાના સુચન અનુસાર ગત તા.૨૨-૯-૨૦૨૪ ના રોજ જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ધ્રોલ યુનિટના હોમગાર્ડઝ સભ્યો દ્વારા ઓફિસર કમાન્ડિંગ શ્રી જે.કે.પરમાર અને ઇન્ચાર્જશ્રી એ.એચ.ખીમસુરીયાની રાહબરી હેઠળ ધ્રોલ નગરપાલિકા સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં યુનિટના સભ્યો દ્વારા સ્મશાનગૃહમાં પ્રાર્થના હૉલની સફાઈ, બહાર પાડેલા લાકડા યોગ્ય જગ્યાએ ગોઠવવા, અગ્નિ દાહની ભઠ્ઠીની સાફ સફાઈ વગેરે કામગીરી કરી સમગ્ર સ્મશાનની સંપૂર્ણ સાફ સફાઈ કરવામાં આવી હતી.આ કાર્યમાં ધ્રોલ નગરપાલિકાના શ્રી દાજીરાજસિંહ ઝાલા વગેરેનો પણ સહકાર પ્રાપ્ત થયેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application