લાલપુરના દારૂ કેસમાં આરોપીને પકડી લેતી પેરોલ ફર્લો

  • March 24, 2023 09:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી જામનગર પેરોલ ફર્લો સ્કવોડે પકડી લીધો હતો.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએનાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ એલસીબીને સુચના કરતા પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


દમ્યાન સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, મહીપાલભાઇ સાદીયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને બાતમી મળેલ કે લાલપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનન કલમ ૬૫એ, ૧૧૬બી મુજબ ગુનામાં પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી રાજુ ભલા મોરી રહે. નાંધણા નેશ, ખાગેશ્રી, તા. કુતીયાણા જી. પોરબંદરવાળો આરોપી મળી આવતા પકડી પાડી આગળની કાર્યવાહી માટે લાલપુર પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application