પેરિસ ઓલિમ્પિક્સ 2024: ભારતીય પુરૂષ ટીમે આર્ચરીમાં કરી કમાલ, સીધા ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

  • July 25, 2024 11:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ પેરિસ ઓલિમ્પિક 2024માં આર્ચરીમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ ઈવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારત માટે ધીરજ બોમ્માદેવરા, તરુણદીપ રાય, પ્રવીણ જાધવે સારી રમત રમી અને સચોટ લક્ષ્યાંકો સાંધ્યા હતા.


ભારતીય પુરુષ ટીમ તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં ત્રીજા સ્થાને રહી છે. ટીમે કુલ 2013 પોઈન્ટ મેળવ્યા છે. ભારત માટે, ધીરજ બોમ્માદેવરાએ 681, તરુણદીપ રાયે 674 અને પ્રવીણ જાધવે 658 સ્કોર હાંસલ કર્યો છે. જેના કારણે ભારતનો કુલ સ્કોર 2013 થઈ ગયો છે અને ભારતીય પુરુષ ટીમને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મળી ગઈ છે.


રિપબ્લિક ઓફ કોરિયાની ટીમ નંબર વન પર છે. ટીમે 2049નો સ્કોર કર્યો છે. જ્યારે 2025ના સ્કોર સાથે ફ્રાન્સની ટીમ બીજા સ્થાને છે. ચીને 1998નો સ્કોર કર્યો છે. ચીનની ટીમ ચોથા નંબર પર છે. હવે તીરંદાજીમાં ભારત, રિપબ્લિક ઓફ કોરિયા, ફ્રાન્સ અને ચીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.


ધીરજ બોમ્માદેવરાએ 681 પોઈન્ટ અને અંકિતા ભકટે 666 પોઈન્ટ ઉમેર્યા હતા. આ રીતે ભારત મિશ્ર ઈવેન્ટમાં 1347 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. મિશ્ર ઈવેન્ટના રાઉન્ડ ઓફ 16માં ભારતનો સામનો ઈન્ડોનેશિયા સામે થશે અને ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં સંભવિતપણે ચીન સામે ટકરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application