જામનગરના નવા કલેકટર પરિમલ પંડયા
જામનગરનાં કલેકટર કેતન ઠક્કર તા.૩૧ માર્ચના રોજ વયમર્યાદાના કારણે નિવૃત થઇ રહ્યા છે ત્યારે રાજય સરકારે અમરેલીમાં ફરજ બજાવતા ડીડીઓ પરિમલ ડી. પંડયાની કલેકટર પદે નિમણુંક કરી છે. ગઇકાલે રાજયના ત્રણ આઇએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.
રાજકોટમાં પરિમલ પંડયાએ રૂડાના સીઇઓ તરીકે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી ત્યારબાદ કોરોના કાળમાં તેઓએ અધિક કલેકટર તરીકે રાજકોટમાં સુંદર કામગીરી કરતા તેમની નોંધ રાજય સરકારે પણ લીધી હતી. ત્યારબાદ તેઓની નિમણુંક અમરેલીના ડીડીઓ તરીકે કરવામાં આવી હતી. આમ જામનગરમાં ફરીથી નિષ્ઠાવાન કલેકટર મળ્યા છે. તા.૩૧ના રોજ રજા હોવાથી તા. ૩૦ના રોજ કેતન ઠક્કર તેમના હોદાનો ચાર્જ છોડશે.
પી.બી. પંડયા ૨૦૧૭ થી ૨૦૨૦ દરમ્યાન રાજકોટ ખાતે અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (રૂડા) ના ચીફ એકઝીકયુટીવ ઓથોરીટી તરીકે પ્રસંશનીય કામગીરી કરી ચુકયા છે તે અગાઉ ગીર સોમનાથ જિલ્લાના ડીડીઓ તરીકે તેઓ કાર્યરત હતા. રૂડામાં જુના જીડીસીઆરના સ્થાને નવા કોમન જીડીસીઆરના અમલની પડકારરૂપ કામગીરી કરી હતી. તેમજ બિલ્ડર્સ તેમજ ડેવલોપર્સની ફરિયાદ દૂર કરી હતી. ૨૦૨૦માં તેઓ રાજકોટના અધિક કલેકટર તરીકે કોરોના કાળમાં રહ્યા હતા. અને સતત ત્રણ વર્ષ સુધી કોરોનામાં વિશિષ્ટ કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application