ચેક રિટર્ન કેસમાં પાલીતાણાના શખ્સને છ માસ કેદ

  • January 09, 2023 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

પાલીતાણાના ગૌરાવાડીના રહીશે ફાઈનાન્સ કંપનીમાંથી બાઈક છોડાવેલ જેના ચડત હપ્તા પેટે ચેક આપેલ જે ચેક બેંક્માંથી બાઉન્સ થતા કોર્ટમાં કેસ ફાઈલ કરાયો હતો. જે મામલે નામદાર કોર્ટે શખ્સને છ માસ કેદ અને વળતર ચુકવવા હુકમ ફ૨માવ્યો હતો.


જાવવા મળતી વિગત મુજબ પાલીતાણાના ગોરાવાડીમાં રહેતા આરીફ અબ્બાસભાઈ શ્રીમાલીએ શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લી.માંથી વાહન ઉપર લોન મેળવેલ અને લોન લીધા બાદ લોન નિયમિત ભરપાઈ નિહ કરતા બાકી રકમ પેટે શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપની લી. ને રૂા. ૩,૩૫,૦૦૦ નો ચેક આપેલ જે ચેક પરત ફરના શ્રી રામ ટ્રાન્સપોર્ટ લઈનાન્સ કંપની થી. તારા વકીલ હિતેષ એમ.કુકડીયા મારફત ભાવનગરના ડી.થી જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.જે.પ્રજાપતિની કોર્ટમાં નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે કાદાની પિાદ દાખલ કરેલ જે કેસમાં ન્યાયમૂર્તિ ડી.જે.પ્રજાપતિએ રજૂ થયેલ આપાર પુરાવા, દલીલો ધ્યાને લઇ આરીફ અબ્બાસભાઈ શ્રીમાળી ( મુ- ગૌરવાડી,તા-પાલીતાળા જી.ભાવનગરને ૬ (છ) માસ ની સજાનો હુકમ કરેલ અને કલાદીને રૂ. ૩.૩૫ લાખ વળતર પેટે ચૂક્યાનો હુકમે કરેલ અને વળતર ની રકમ મૂકાવામાં કસુર કરે તો વધુ ત્રણ માસ ની સજાનો હુકમ ફરમાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application