સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાન અણુ હુમલો કરવાની તૈયારીમાં હતું: પોમ્પિયો

  • January 25, 2023 04:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ દાવો કર્યેા છે કે, તત્કાલિન ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમને કહ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૧૯માં બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પરમાણુ હુમલોની તૈયારી કરી રહ્યું હતુ. આ વાત સાંભળીને તે ચોંકી  ગયા હતા. પોમ્પિયોના જણાવ્યા અનુસાર, સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે તેને ધ્યાને લઇ ભારતે પણ આક્રમક જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે.





ગઈકાલે તેમનું એક પુસ્તક લોન્ચ થયું  'નેવર ગીવ એન ઈંચ: ફાઇટિંગ ફોર ધ અમેરિકા આઇ લવ' જેમાં પોમ્પિયોએ જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે થઇ જયારે તેઓ ૨૭–૨૮ ફેબ્રુઆરી યુએસ–ઉત્તર કોરિયા સમિટની મુલાકાતે હતા. એ સમયે ભારત–પાકિસ્તાનનો આ સંકટ એક મોટુ સ્વપ લઇ રહ્યો હતો, જે વિવાદને ટાળવા તેમની ટીમ આગળ આવી હતી. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું, મને નથી લાગતું કે દુનિયા જાણે છે કે ભારત–પાકિસ્તાન વચ્ચેનો તણાવ  ફેબ્રુઆરી ૨૦૧૯માં પરમાણુ હત્પમલા સુધી પહોંચી ગયો હતો.
પૂર્વ અમેરિકી વિદેશ મંત્રીએ પુસ્તકમાં લખ્યું છે કે, તેઓ માને છે કે ભારત તે સમયે પરમાણુ હથિયારો તૈનાત કરવા એકદમ સ હતું. આ વાતને શાંત કરવા અમને થોડા કલાકો લાગ્યા અને નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં અમારી ટીમો આ કામ કરવા સફળ રહી હતી.  જોકે, હજુ આ નિવેદન પર વિદેશ મંત્રાલય કે સરકાર દ્રારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. પુલવામા આતંકી હત્પમલાના જવાબમાં, ભારતીય સેનાએ ફેબ્રુઆરી ૨૦૧૯ માં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ–એ–મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પ પર હત્પમલો કરીને તેને નષ્ટ્ર કરી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application