એક તરફ, ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં ફક્ત બે દિવસ બાકી છે, તો બીજી તરફ ટુર્નામેન્ટનું આયોજન કરી રહેલ પાકિસ્તાન તેની અવળચંડાઇથી બાજ આવતું નથી. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાનમાંથી કેટલાક એવા વીડિયો સામે આવી રહ્યા છે, જેના પછી ભારતીય ચાહકો પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શકતા નથી. આ વખતે પાકિસ્તાનને ૧૯૯૬ પછી ICC ટુર્નામેન્ટનું આયોજન કરવાની તક આપવામાં આવી છે, પરંતુ પાકિસ્તાન દરરોજ એક યા બીજા નવા વિવાદો ઉભા કરી રહ્યું છે. ક્યારેક પાકિસ્તાની ચાહકોએ તેમના ખેલાડીઓને કોહલીને ગળે ન લગાડવાની અપીલ કરી હતી, ત્યારબાદ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ અને કરાચીના નેશનલ સ્ટેડિયમમાંથી ભારતીય ત્રિરંગો ગાયબ જોવા મળી રહ્યો નથી. બાકી બધા દેશોનો ધ્વજ લહેરાતો જોવા મળે છે.
પાકિસ્તાનના સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ જોવા મળ્યો નહીં
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારા તમામ દેશોના ધ્વજ લહેરાતા જોવા મળે છે પરંતુ ભારતીય ધ્વજ ત્યાં હાજર નથી. જેના કારણે ભારતીય ચાહકો સોશિયલ મીડિયા પર ખૂબ ગુસ્સે દેખાઇ રહ્યા છે. સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ કેમ ન હતો તેનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ઘણા લોકો માને છે કે, કદાચ BCCIએ પાકિસ્તાન પ્રવાસ માટે સંમતિ આપી ન હતી, જેના કારણે પાકિસ્તાન આ શરમજનક કૃત્ય કરી રહ્યું છે.
પાકિસ્તાને ફરી એકવાર પોતાની ઔકાત બતાવી દીધી
જો પાકિસ્તાન આ કારણોસર ભારતીય ધ્વજનો ઉપયોગ કરી રહ્યું છે તો એમ કહેવું ખોટું નહીં હોય કે પાકિસ્તાને ફરી એકવાર પોતાનો સાચો રંગ બતાવી દીધો છે. કરાચી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની મેચો યોજાવાની છે. ટુર્નામેન્ટ શરૂ થવાના થોડા દિવસો પહેલા જ સ્ટેડિયમનો એક વીડિયો સામે આવ્યો છે.
BCCIનો પાકિસ્તાન પ્રવાસનો ઇનકાર
બીસીસીઆઈએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ICC ને ટુર્નામેન્ટને હાઇબ્રિડ મોડમાં રૂપાંતરિત કરવાની ફરજ પડી. બીસીસીઆઈ, પીસીબી અને આઈસીસી સહિત એક કરાર થયો હતો, જે હેઠળ પાકિસ્તાન ક્રિકેટ ટીમ આગામી વર્ષોમાં ભારત દ્વારા આયોજિત આઈસીસી ઇવેન્ટ્સ માટે ભારતનો પ્રવાસ પણ કરશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગરમાં ચોથા દિવસે આઇટી વિભાગનું સર્ચ: ઉધોગપતિના બંગલામાંથી સિક્રેટ રૂમ મળ્યો
February 21, 2025 03:27 PMમોરબી રોડ પર જાહેરમાં યુવાનને છરીના ઘા ઝીંકયા: વીડિયો વાયરલ
February 21, 2025 03:26 PMક્રિકેટ સટ્ટાનું મોટું નેટવર્ક ઝડપાયું: રાકેશ રાજદેવ,મીતના નામ ખુલ્યા
February 21, 2025 03:25 PMકોસ્મોપ્લેકસની નજીક બસમાં ધડાકાભેર બુલેટ અથડાઈ: બે ભાઈઓને ગંભીર ઇજા
February 21, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech