લાઇવ મેચમાં પાકિસ્તાની કેપ્ટને આ ખેલાડીને મારવા બેટ ઊંચક્યું, વિડિયો થયો વાઇરલ

  • February 25, 2023 07:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાન સુપર લીગ 2023નો શરૂ થઈ ગય છે. જોકે, લીગના મજબૂત ખેલાડી અને રાષ્ટ્રીય ટીમના કેપ્ટન બાબર આઝમની ટીમની હાલત ખરાબ છે. તાજેતરમાં બાબર આઝમની ટીમ પેશાવર ઝાલ્મીને ઈસ્લામાબાદ યુનાઈટેડ સામે 6 વિકેટે કારમી હાર મળી હતી. જો કે તેમ છતાં ટીમના સુકાની બાબરે પોતાની બેટિંગમાં પૂરેપૂરી શક્તિ દેખાડી હતી. બાબરે મેચમાં 75 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં તેણે 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.


આ દરમિયાન ઈસ્લામાબાદ યુનાઈટેડ તરફથી રમતા ફાસ્ટ બોલર હસન અલીએ બાબર આઝમ સાથે મજાક કરી હતી. વાસ્તવમાં, જ્યારે બાબર તેની બેટિંગ દરમિયાન રન માટે દોડી રહ્યો હતો, ત્યારે હસને તેની સાથે મજાક કરી હતી. બાબરને સમજવામાં વધુ સમય ન લાગ્યો અને તેણે પોતાનું બેટ ઉંચુ કરીને હસન અલીને ડરાવવાનો પ્રયાસ કર્યો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


આ મેચમાં બાબર આઝમની ટીમ પેશાવર જાલ્મી પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 156 રન જ બનાવી શકી હતી. બાબર ઉપરાંત ઓપનર બેટ્સમેન મોહમ્મદ હરિસે રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે દાસુન શનાકાએ 11 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યો નહોતો.


બીજી તરફ ઈસ્લામાબાદની ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે રહેમાન ઉલ્લાહ ગુરબાઝ અને કોલિન મુનરોએ ટીમને મક્કમ શરૂઆત અપાવી હતી. જોકે મુનરોનું યોગદાન માત્ર 9 રન હતું, જ્યારે ગુરબાજે 200ના સ્ટ્રાઈક રેટથી 31 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 7 ફોર અને 4 શાનદાર સિક્સર પણ ફટકારી હતી.


આ સિવાય રાસી બેન દુસૈને 29 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી જ્યારે આસિફ અલી 13 બોલમાં 29 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ રીતે ઈસ્લામાબાદની ટીમે 14.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application