રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્રારા કુલ ૧૬ મિલ્કતોને સીલ કરી ૪૫ મિલ્કતોને ટાંચ જી નોટીસ આપી બપોર સુધીમાં ા.૫૮.૭૭ લાખની રીકવરી કરવામાં આવી હતી, ગિરનાર સિનેમા પાસે આવેલી એક મિલકત સીલ કરતા બાકીદારે સ્થળ ઉપર જ પૂરેપૂરી બાકી રકમ .૬.૧૫ લાખ ચૂકતે કરી આપ્યા હતા.
વિશેષમાં ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૧માં ઘંટેશ્વર વિસ્તારમાં ૪ યુનિટને નોટીસ તથા રીકવરી .૫.૮૯ લાખ, વોર્ડ નં.૨માં ગીરનાર સિનેમા પાસે આવેલ ૧ યુનિટ સીલની કાર્યવાહી કરતા રીકવરી .૬.૧૫ લાખ, રેષકોર્ષ રીંગ રોડ પર આવેલ ૭ યુનિટને ટાંચ જીની નોટીસ, વોર્ડ નં.૩માં માધાપર વિસ્તારમાં ૬ યુનિટને ટાંચ જીની નોટીસ આપેલ તથા રીકવરી .૧.૯૨ લાખ, દરબાર ગઢ પાસે આવેલ ૧ યુનિટને નોટીસ આપતા રીકવરી .૧.૬૫ લાખ, વોર્ડ નં.૪માં મોરબી રોડ પર આવેલ ૩ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૫૦ લાખ, મોરબી રોડ સેટેલાઇટ સ્કુલ પાસે ૧યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫ લાખ, વોર્ડ નં.૫માં રણછોડવાડીમાં ૧ યુનિટને સીલ, વોર્ડ નં.૭માં ગોંડલ રોડ પર આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨.૭૦ લાખ, જનસત્તા ચોક પાસે આવેલ ૫ યુનિટને નોટીસ, વોર્ડ નં.૯માં નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ આપતા રીકવરી .૪.૦૭ લાખ, વોર્ડ નં.૧૦માં યુનિ. રોડ પર આવેલ ૪ યુનિટને નોટીસ આપતા રીકવરી .૧.૫૯ લાખ, વોર્ડ નં.૧૨માં મવડી રોડ પર આવેલ ૩ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩.૪૪ લાખ, વોર્ડ નં.૧૩માં ઉમાકાંત પંડિત ઉઘોગ નગરમાં આવેલ ૫ યુનિટને ટાંચ જીની નોટીસ, વોર્ડ નં.૧૪માં મિલપરા વિસ્તારમાં આવેલ ૬ યુનિટ ટાંચ જી નોટીસ, વોર્ડ નં.૧૫માં મધુરમ ઓધોગિક વિસ્તારમાં ૪ યુનિટને ટાંચ જી નોટીસ, વોર્ડ નં.૧૬માં માતીનગર મેઇન રોડ પર આવેલ ૧૦–યુનિટને નોટીસ, માતીનગર મેઇન રોડ પર આવેલ ૨ યુનિટ સીલ, વોર્ડ નં.૧૮માં શ્રી હરી ઇન્ડ.માં બે યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨.૪૮ લાખ, ગોંડલ રોડ ઉપર આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૪૨ લાખની વસુલાત કરવામાં આવી હતી. આ કામગીરીમાં આસી.મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટર દ્રારા આસી. કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સોનલનગરમાં આંગણવાડીમાં ધર્મના પાઠ મુદ્દે ...CDPO એ આપી પ્રતિક્રિયા
July 15, 2024 01:30 PMબગસરા-વડિયા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી દાનો નાશ કરાયા
July 15, 2024 01:28 PMજામનગરમાં રખડતા ધોડાનો ત્રાસ...સ્થાનિકોએ JMC માં આપ્યું આવેદન
July 15, 2024 01:24 PMપોરબંદરમાં સશસ્ત્ર સીમા બલ કેમ્પસ ખાતે 108 વૃક્ષોનું થયું વાવેતર
July 15, 2024 01:23 PMજૂનાગઢમાં વિધવા મહિલાને મકાન બનાવી આપી આશરો આપ્યો
July 15, 2024 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech