રામલલાના સ્વાગતમાં પીએમ મોદીએ શેર કરી લિંક, ક્લિક કરી વિગતે જાણો એ લિંક વિશે

  • January 03, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં આગામી તા.22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ઘણા સમયથી આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ઠેરઠેરથી ભક્તો ભગવાન રામ માટે વિવિધ ભેટ સોગાદો મોકલાવી રહ્યા છે. અયોધ્યામાં તો અત્યારથી જ રામમય વાતાવરણ થઇ ગયું છે પણ આ સાથે દેશમાં પણ એક અલગ જ માહોલ છવાયો છે. ત્યારે હાલ તો પીએમ મોદીએ રામલલાના સ્વાગત માટેનું ભકિતભાવ સાથેનું એક ભજન સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. તે પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે એક ભજન શેર કર્યું છે. આ ભજનની યુટ્યુબ લિંક શેર કરતી વખતે તેમણે લખ્યું, "શ્રી રામલલાના સ્વાગતમાં સ્વાતિ મિશ્રાજીનું આ ભક્તિમય ભજન મંત્રમુગ્ધ છે..." આપને જણાવી દઇએ કે રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ રામ ભક્તોને શ્રી રામ ભજન હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર ભજન શેર કરવાની અપીલ કરી હતી. ત્યાર બાદ તેણે પોતે આ ભજન શેર કર્યું હતું.


આ સાથે જ પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે, “મારા મનમાં એક વાત છે કે આપણે બધા એકસાથે ભગવાન રામ સાથે સંબંધિત તમામ રચનાઓને એક કોમન હેશ ટેગ સાથે કેમ શેર ન કરીએ. હું તમને બધાને #SHRIRAMBHAJAN સાથે ભજન, કવિતાઓ, ગદ્ય અને અન્ય રચનાઓ સોશિયલ મીડિયા પર શેર કરવા વિનંતી કરું છું." આમ, સોશિયલ મીડિયા પર રામ ભગવાન સંબંધિત રચનાઓને શેર કરવા માટે નરેન્દ્ર મોદી અપીલ કરી રહ્યા છે. જોકે આ પહેલ તેમણે પણ કરી બતાવી છે. તેમણે સ્વાતિ મિશ્રાનું ભજન 'राम आएँगे तो अंगना सजाऊँगी, दिप जलाके दिवाली मनाऊँगी' ભજન શેર કર્યું છે. મહત્વનું છે કે આ ભજન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું છે. આ ભજનની રીલ્સ પણ પહેલેથી એટલી જ વાયરલ થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application