@aajkaalteamજેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. તે ઘડી આખરે આવી ગઇ છે. પીએમ મોદી હાથમાં ચાંદીની છત્રી લઇને રામમંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા. આ સાથે જ રામ ભગવાનની મનોહર મૂર્તિની ઝલક જોવા મળી હતી. તેમજ પ્રાણપ્રતિષ્ઠાની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે. સમગ્રપણે વિધિ વિધાન સાથે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થઇ રહી છે. આ વેળા મંદિર પરિસરનો નજારો ખૂબ જ અદૂભત છે. ભક્તોમાં હરખ છવાયો છે. સમગ્ર માહોલ રામમય થઇ ગયો છે.
ગર્ભગૃહની અંદરનો નજારો ખૂબ જ અદભૂત છે. અહીં ભગવાનની નયનરમ્ય પ્રતિમા બિરાજમાન છે. મંદિરના ગર્ભગૃહમાં ઉપસ્થિત પૂજારીગણ પીએમ મોદીના હસ્તે ધાર્મિક વિધિ કરાવી રહ્યા છે. આ વેળા રધુપતિ રાધવરાજા રામ પતિ તપાવન સીતા રામ ભજનથી રામ મંદિર પરિસરનો માહોલ ધર્મમય થઇ ગયો હતો. આ વેળા આરએસએસના સ્વયંસેવક મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજયપાલ આનંદીબેન પટેલ અને સાધુ સંતો પણ પીએમ મોદી સાથે જોવા મળી રહ્યા છે. આ વેળા પીએમ મોદીએ રામ ભગવાનની આરતી પણ કરી હતી.
આપને જણાવી દઇએ કે અભિનેતા, રાજનેતા, સાધુ-સંતો, ઉદ્યોગપતિઓ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ આ સમારોહનો હિસ્સો બની ધન્યતા અનુભવી રહ્યા છે. રામ ભગવાનની મનમોહક મૂર્તિ નિહાળી સૌ કોઇ આનંદની લાગણી અનુભવી રહ્યું છે. ત્યારે દેશવાસીઓ માટે આ ઐતિહાસિક ક્ષણ માટે અનેરી ખુશી જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech