કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન મોકડ્રિલ યોજાઈ..કેટલી સજ્જ છે જી.જી. હોસ્પિટલ..જાણો?

  • April 10, 2023 12:31 PM 

જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ઓક્સિજન  મોકડ્રિલનું આજે આયોજન કરાયું છે...કોવિડ વોર્ડમાં સુપ્રિટેન્ડન્ટની હાજરીમાં ઓક્સિજન મોકડ્રિલ નું આયોજન કરાયું હતું....

સતત વધતા કોરોનાના કેસને લઈ સમગ્ર રાજ્યમાં મોટાભાગની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનનું મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે...
​​​​​​​

રાજ્યમાં કોરોનાંના કેસમાં વધારો થયો છે ગઈકાલે અમદાવાદમાં એક દર્દીનું મોત પણ થયું છે...જો કે  જામનગરની કોવિડ હોસ્પિટલમાં પણ ચાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે....

આજકાલ સાથે વાત કરતા ડો.દિપક તિવારીએ જણાવ્યું કે લોકોએ પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ જેથી કોરોનાને કાબુમાં કરી શકીએ અને જી જી હોસ્પિટલમાં કોવિડ વોર્ડ તમામ રીતે સજ્જ છે. ડૉક્ટર્સને તાલીમ પણ આપવામાં આવી રહી છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application