બિપોરજોય વાવાઝોડામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૧૦,૦૦૦થી વધુ ફૂડ પેકેટ વિતરણ

  • June 20, 2023 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોઇપણ પ્રાકૃતિક આપદામાં દેશના પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ જનસેવા માટે તત્પર રહ્યું છે. ત્યારે તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં જ‚રિયાતમંદોની મદદ માટે પણ સોમનાથ ટ્રસ્ટ કાર્યરત રહ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટના સેવાભાવી અભિગમ સાથે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર સાથે સંકલન કરી વાવાઝોડા પૂર્વે ૫૦૦૦ ફુડ પેકેટનું વિતરણ કર્યું હતું અને વાવાઝોડા બાદ અસરગ્રસ્તો માટે વધુ ૪૦૦૦ જેટલા ફૂડ પેકેટ દેવભૂમિ દ્વારકા ખાતે વહીવટી તંત્રને પહોંચાડવામાં આવ્યા હતાં. જેનું તંત્ર દ્વારા જ‚રિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું.વાવાઝોડાના તોફાની પવનો વચ્ચે વેરાવળ પંથકના ઝુપડપટ્ટી વિસ્તારમાં રેહતા જ‚રિયાતમંદ લોકો માટે સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વ‚પે ફૂડ પેકેટ તૈયાર કરીને ટ્રસ્ટ દ્વારા આરએસએસ સ્વયંસેવકોની મદદથી કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતર કરાયેલા ૩૫ જેટલા લોકોને ટ્રસ્ટ દ્વારા સવાર અને સાંજ બન્ને સમયનું ભોજન આરએસએસના સ્વયંસેવકોના હાથે મોકલવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application