તાજેતરમાં યોજાયેલી 18મી લોકસભાની ચૂંટણીમાં કુલ 543 બેઠકોમાંથી મહિલા ઉમેદવારોએ માત્ર 74 બેઠકો જીતી છે, જે માત્ર 14 ટકા છે. 251 નવા ચૂંટાયેલા સાંસદો છે જેમની સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે, જે 46 ટકા છે, જ્યારે 504 એટલે કે 93 ટકા સાંસદો કરોડપતિ છે.
એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના તાજેતરના અહેવાલ મુજબ, 2024ની લોકસભા ચૂંટણીમાં 543 વિજયી ઉમેદવારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, 251 વિજેતા ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં 170 વિજયી ઉમેદવારોએ તેમના સામે થયેલ બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ વગેરે સહિતના ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે.
જ્યારે વર્ષ 2019 માટે આ સંખ્યા 159 સાંસદો હતી જેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 539 સાંસદોમાંથી 233 સાંસદોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા હતા. સંસદમાં બેઠકો કબજે કરનારા વિજયી ઉમેદવારો સામે પક્ષવાર ફોજદારી કેસ જોઈએ તો ભાજપના 240 વિજયી ઉમેદવારોમાંથી 63 સાંસદો, કોંગ્રેસના 99 વિજયી ઉમેદવારોમાંથી 32 સાંસદો, સપાના 37 વિજેતા ઉમેદવારોમાંથી 17 સાંસદો અને તૃણમૂલ કોંગ્રેસના 29 વિજયી ઉમેદવારોમાંથી 7 સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.
543 વિજેતા ઉમેદવારોમાંથી 504 સાંસદો કરોડપતિ છે, જ્યારે 2019ની લોકસભા ચૂંટણી માટે વિશ્લેષણ કરાયેલા 539 સાંસદોમાંથી 475 સાંસદો કરોડપતિ હતા. આ મામલામાં સત્તાધારી પક્ષ ભાજપ આ યાદીમાં ટોચ પર છે, જેમાં ભાજપના 240 વિજેતા ઉમેદવારોમાંથી 227 સાંસદોએ 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.
કોંગ્રેસના 99 વિજેતા ઉમેદવારોમાંથી 92 સાંસદો, ડીએમકેના 22 વિજેતા ઉમેદવારોમાંથી 21 સાંસદ, તૃણમૂલ કોંગ્રેસના 29 વિજેતા ઉમેદવારોમાંથી 27 સાંસદ, AAPના 3 વિજેતા ઉમેદવારોમાંથી 3 સાંસદ, JD(U)ના 12 વિજેતા ઉમેદવારો માંથી 12 અને TDPના 16 વિજેતા ઉમેદવારોમાંથી 16 સાંસદોએ 1 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે.
આ યાદીમાં ટોચના ત્રણ સૌથી ધનિક ઉમેદવારોમાં TDPના ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની રૂ. 5705 કરોડથી વધુની સંપત્તિ સાથે ટોચ પર છે. બીજા સ્થાને તેલંગાણા (BJP)ના કોંડા વિશ્વેશ્વર રેડ્ડી છે, જેમની સંપત્તિ રૂ. 4,568 કરોડથી વધુ છે અને ત્રીજા સ્થાને ભાજપના ઉદ્યોગપતિ નવીન જિંદાલ (હરિયાણા) છે, જેમની સંપત્તિ રૂ. 1241 કરોડથી વધુ છે. ટોચના 10 સૌથી ધનિક ઉમેદવારોમાં પાંચ ભાજપના, ત્રણ ટીડીપી અને બે કોંગ્રેસના છે.
આ વર્ષે લોકસભા ચૂંટણીમાં કુલ 74 એટલે કે 14 ટકા મહિલા ઉમેદવારોએ જીત મેળવી છે. તેમાંથી 31 ભાજપના, 13 કોંગ્રેસના, 11 ટીએમસી, 5 સમાજવાદી પાર્ટી, 2 એલજેપી (રામવિલાસ) અને બાકીના અન્ય પક્ષોના છે. લોકસભા ચૂંટણી 2019માં 539 સાંસદોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં 77 સાંસદો મહિલા હતા. એ જ રીતે, વર્ષ 2014 અને 2009ના આંકડા અનુક્રમે 14 ટકા અને 11 ટકા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech