૪૦,૦૦૦ વર્ષ પહેલાં લુપ્ત થયેલા નિએન્ડરથલ્સના ઓજારોમાં જોવા મળી કોમ્પ્લેક્સ ટેકનોલોજી ; પથ્થરને મજબૂત રીતે જોડે પણ હાથમાં ન ચોંટે તેવું ગુંદ બનાવ્યું હોવાના મળ્યા પુરાવા
એક નવા અભ્યાસે સાબિત કર્યું છે કે હોમો સેપિયન્સ, મનુષ્યોના પૂર્વજોની તુલનામાં, નિએન્ડરથલ માનવીઓ એટલા પછાત કે મૂર્ખ નહોતા જેટલા તેમને અત્યાર સુધી માનવામાં આવે છે. તેમના ટૂલ્સનું નવું વિશ્લેષણ દર્શાવે છે કે તેઓ ઘણા વધુ સ્માર્ટ હતા. વાસ્તવમાં, આપણા 'પ્રાગૈતિહાસિક સંબંધીઓ', જેઓ લગભગ ૪૦,૦૦૦ વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયા હતા, તેઓએ પથ્થરનાં સાધનો તૈયાર કરવા માટે ગમનો ઉપયોગ કર્યો હતો. તેણે પોતાની ખાસ રીતે ગમ પણ બનાવ્યો હતો. ૨૦મી સદીની શરૂઆતમાં શોધાયેલા ફ્રાન્સના લે માઉસ્ટિયરના પુરાતત્વીય સ્થળ પર મળી આવેલા સાધનોની પુનઃ તપાસ કર્યા બાદ જર્મનીની યુનિવર્સિટી ઓફ ટ્યુબિંગેનના વૈજ્ઞાનિકોની આગેવાની હેઠળની એક સંશોધન ટીમ આ નિષ્કર્ષ પર પહોંચી છે.
લગભગ ૧૨૦,૦૦૦ થી ૪૦,૦૦૦ વર્ષ પહેલાં માઉસ્ટેરીયનના મધ્ય પાષાણ યુગ દરમિયાન નિએન્ડરથલ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા પથ્થરનાં સાધનો, બર્લિનના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે, અગાઉ તેની વિગતવાર તપાસ કરવામાં આવી ન હતી. ટ્યુબિંગેન યુનિવર્સિટીની ટીમને પથ્થરના સાધનો, જેમ કે સ્ક્રેપર્સ, ફ્લેક્સ અને બ્લેડ પર ઓચર માટી અને બિટ્યુમેનના મિશ્રણના નિશાન મળ્યા. બિટ્યુમેન એ ડામરનો એક ઘટક છે અને તે ક્રૂડ ઓઈલમાંથી ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ તે કુદરતી રીતે જમીનમાં પણ જોવા મળે છે. સંશોધન ટીમે નોંધ્યું હતું કે તે ચોક્કસ વિસ્તારમાં જ મળે છે, જેના માટે આયોજન અને ટેકનીકલ પ્રયત્નોની જરૂર પડે છે.
ટ્રી રેઝિન અને ઓચર જેવા વિવિધ ચીકણા પદાર્થો સહિત બહુવિધ ઘટકો સાથેના એડહેસિવનો ઉપયોગ આફ્રિકામાં પ્રારંભિક હોમો સેપિયન્સ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ યુરોપમાં નિએન્ડરથલ્સ દ્વારા નવા શોધાયા છે. સંશોધકોને જાણવા મળ્યું કે આ મિશ્રણ એટલું ચીકણું હતું કે તેમાં પથ્થરનું ઓજાર અટવાઈ શકે છે, પરંતુ તે હાથને ચોંટતું નહોતું. આનાથી તે હેન્ડલ માટે યોગ્ય સામગ્રી બની અને હથિયાર પર તેમની પકડ મજબૂત કરી.
જર્નલ સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત સંશોધકોના તારણો મુજબ, સાંસ્કૃતિક ઉત્ક્રાંતિ અને પ્રારંભિક માનવીની જ્ઞાનાત્મક ક્ષમતાઓના કેટલાક શ્રેષ્ઠ ભૌતિક પુરાવા આપે છે. ટ્યુબિંગેન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર, પેટ્રિક શ્મિટે કહ્યું: 'એડહેસિવ બનાવવા અથવા શોધવા એ આધુનિક જ્ઞાનાત્મક પ્રક્રિયાઓના પ્રથમ અભિવ્યક્તિઓમાંનું એક માનવામાં આવે છે. અમારું સંશોધન દર્શાવે છે કે આફ્રિકામાં પ્રારંભિક હોમો સેપિયન્સ અને યુરોપમાં નિએન્ડરથલ્સ સમાન વિચારધારા ધરાવતા હતા.
હોમો સેપિયન્સ એ એવી પ્રજાતિ છે કે જેનાથી આજે તમામ માનવીઓ સંબંધ ધરાવે છે. નિએન્ડરથલ્સ, જેમના અવશેષો પ્રથમ વખત જર્મનીની નિએન્ડર ખીણમાં મળી આવ્યા હતા, તે હોમો જાતિના છે. એવું માનવામાં આવે છે કે તેઓ ૪૦,૦૦૦ વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયા હતા. તેમની ઊંચાઈ અન્ય માનવ જાતિઓ કરતાં નાની હતી. તેઓ પશ્ચિમ યુરોપ, પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં રહેતા હતા. તેઓને મનુષ્યની પેટાજાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech