જૂનાગઢથી તુલસીશ્યામ સુધીની સાયકલોથોન સ્પર્ધાનું આયોજન

  • December 08, 2023 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ વોકિંગ ક્લબ દ્વારા સતત ત્રીજા વર્ષે સાઇકલોથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ૨૦૨૧માં કોરોના રસીકરણ જાગૃતિ અર્થે જૂનાગઢ થી સોમનાથ સુધી૧૨૦ કીમી, ૨૦૨૨મા સેવા પરમો ધર્મની ભાવનાને ઉજાગર કરવા જુનાગઢ થી દ્વારકા સુધી ૨૨૫ કિલોમીટરની સાયકલ યાત્રા યોજવામાં આવી હતી ત્યારે આ વર્ષે કેર નેચર સેવ નેચરના ઉમદા હેતુથી તા. ૧૭ ડિસેમ્બરને રવિવારે જુનાગઢથી તુલસીશ્યામ સુધીની સાયકલો થોન સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં જુનાગઢ ઉપરાંત રાજકોટ જામનગર ભુજ સહિતના ગુજરાત પરના ગામોમાંથી સાઈકલિસ્ટો ઉપરાંત તબીબો ઉદ્યોગપતિઓ વકીલો અને વ્યાપારીઓ જોડાઈ રહ્યા છે. 
સમગ્ર સ્પર્ધાને રાજકોટની નોવા વિંગ્સ વનધત્વ નિવારણ હોસ્પિટલ તથા ટેસ્ટ ટ્યુબ સેન્ટર દ્વારા સ્પોન્સરશિપ સહયોગ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર સાઇકલોથોન સ્પર્ધામાં તબીબો આરોગ્યની તકેદારી માટે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ સાથે ખડે પગે રહેશે સાઈકલ યાત્રામાં વન વિભાગ તુલસીશ્યામ મંદિર અને ખજુરી નેશના રહેવાસીઓ પણ સહયોગ આપી રહ્યા છે. 
 વોકિંગ ક્લબ ફાઉન્ડર અને જૂનાગઢની ન્યુ લાઇફ કેર હોસ્પિટલના ડો કે પી ગઢવી, સ્પર્શ હોસ્પિટલના ડો રક્ષિત પીપલીયા અને વોકિંગ ક્લબના સભ્યો દ્વારા તુલસીશ્યામ મંદિર થી ઉના સુધીના જંગલ વિસ્તારમાં રહેતા નેસવાસીઓ માટે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત સેવા પરમો ધર્મના ઉદ્દેશથી સાયકલોથોન પૂર્ણ થયા પછી તુલસીશ્યામ મંદિર ખાતે પણ મેડિકલ કેમ્પ યોજવામાં આવશે જેમાં વોકિંગ ક્લબના સભ્યો ડો કલ્પેશ બાખલખીયા, ડો બ્રિજેશ જસાણી, ડો વી આર ફળદુ, ડોવિનય હરિયાણી, ડો બ્રિજેશ જસાણી, ડો જયેશ ઓડેદરા, ડો સુનિલ લુણગારીયા, ડો સોહમ બુચ સહિતના તબીબો મેડિકલ કેમ્પમાં નિશુલ્ક નિદાન કરી દવા આપશે. સ્પર્ધામાં જોડાવા માટે અને  ઓનલાઇન વેબસાઈટ પર જરૂરી ફોર્મ ભરી તેમજ વધુ માહિતી માટે ૮૨૬૪૭૧૦૦૦ નંબર રજીસ્ટ્રેશન કરાવવા વોકિંગ કલબના કલ્પેશભાઈ હિંડોચા એ જણાવ્યું છે. સમગ્ર આયોજનને લઈ ગુજરાત ભરમાંથી સ્પર્ધકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે તેમજ સ્પર્ધકોને મુશ્કેલી ન પડે તે માટે સાયકલિંગ સ્પર્ધા દરમિયાન મેડિકલ તબીબોની ટીમ પણ ખડે પગે રહેશે તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને જંગલ થીમ અનુરૂપ ટીશર્ટ રિફ્રેશમેન્ટ કીટ એનર્જી્ વર્ધક પીણા અને સાયકલિંગનો મિકેનિકલ ખર્ચ પણ ભોગવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા વોકિંગ ક્લબના કલ્પેશભાઈ હિંડોચા સફીભાઈ દલાલ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application