ધુવાવ પાસે સહારા ઈન્ડિયાની વિવાદિત જમીન મામલે જાણીતા એડવોકેટ નિલેશ મંગેની પત્રકાર પરિષદ

  • October 05, 2023 12:33 PM 

જામનગર, ધુંવાવ ગામના ખેડૂતની જમીન સહારા ઇન્ડિયા કંપની સાથે જે વિવાદ ચાલે છે તે જમીન તા. 8/8/2011 થી જામનગરના કલેકટરશ્રી સરકાર દાખલ થયેલ છે. તે ખાલસા થયેલ જમીન શ્રી સરકાર જમીનનું વેચાણ અંગેનું એગ્રીમેન્ટ સહારા દ્વારા રાજકોટની દેવ ઈન્ફરાસ્ટ્રક્ચર કંપની સાથે કરવામાં આવેલ છે. જે અંગેની જાણ ખેડૂતને 4/10/2023 ના રોજ થતાં ખેડૂતો દ્વારા આ અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમપ્ટ ઓફ કોર્ટ તથા જામનગરના કલેકટરશ્રી સમક્ષ આ સરકારશ્રી જમીનનું વેચાણ તથા ખરીદ થયેલ છે તે અંગે લેન્ડગ્રેબિંગ, ગુજસિટોક તથા આઇ.પી.સી. ની અન્ય કલમો તળે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી અરજી/રજૂઆત કરવામાં આવશે.

ખેડૂતો વતી જામનગર ના એડવોકેટ નિલેશ મંગે સહારા ઇન્ડિયા કોમર્સિયલ કોર્પોરેશન લિ. સામે દાવો લડી રહ્યા છે. હાલ આ જમીન ની કિંમત 350 કરોડ જેવી થવા જાય છે.
​​​​​​​

આ અંગેની વિગતો જામનગર શહેરમાં કલાતિત હોટલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં એડવોકેટ નીલેશ મંગે દ્વારા આપવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application