જામનગરની કરોડો રૂપિયાની જમીન અંગે બીનખેતીની અરજી દફતરે કરવાનો હુકમ

  • February 06, 2023 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરની જામનગર ૩(બી) ની રે.સ.નં. ૭૯૦ હેકટર આરે ૨-૬૨-૦૪ ચો.મી. વાળી ખેતીની જમીન અંગે રેવન્યુ રેકર્ડ પરના વ્યકિતઓ અ.કાદર સલેમાન દ્વારા જામનગરના કલેકટર સમક્ષ અરજી કરી જમીન મહેસુલ અધિનિયમની કલમ ૬૫ અન્વયે બીનખેતી પરવાનગી મેળવવા અરજી કરતા, આ કાર્યવાહી સામે ગુલામહમદ ઇબ્રાહીમ માડકીયા દ્વારા વાંધા અરજી કરી એવી રજુઆત કરી કે જામનગર ૩ બીના રેસ.સ.નં. ૭૯૦ વાળી ખેતીની જમીન અમો અરજદારના ગુજ. વડીલ ખેડુ ઘાંચી કાસમ મુસાને દરબારી હકકથી પ્રાપ્ત થયેલ અને સને. ૧૯૫૧ ની ૧ નંબરની બુકે પ્રમોલગેશન નોંધ પણ ખેડુઘાંચી કાસમ મુસાના નામેથયેલ છે. ખેડુ ઘાચી કાસમ મુસાને વારસદારમાં પત્ની સારબાઇ તથા બે પુત્ર સુલેમાન કાસમ તથા હાજી કાસમ હતા.અને ત્રણ પુત્રીઓ મરીમ કાસમ, ખતીજા કાસમમ તિંથા રાભીયા કાસમ હતા.


એમ ખેડુ ઘાચી કાસમ મુસાને ર પુત્ર અને ૩ પુત્રીઓ એમ કુલ પ સંતાનો હોય, મુસ્લીમ કાયદા મુજબ ખેડુ ઘાચી કાસમ મુસાનું અવસાન થતા જમીનમાં તમામ વારસદારોના હકક પ્રસ્થાપિત થયેલ છે. પરંતુ આ જમીનની વ્યવસ્થા કુટુંબના વડીલ અને ટ્રસ્ટી તરીકે ખેડુ ઘાચી કાસમ મુસાના મોટા પુત્ર સુલેમાન કાસમ કરતા હોય, માત્ર વ્યવસ્થા ખાતર રેવન્યુ રેકર્ડમાં તેમનું નામ હોય, જે તકનો ગેરલાભ ઉઠાવી કહેવાતા રેવન્યુ રેકર્ડના આધારે પરના વ્યકિતઓ ખેડુ ઘાચી કાસમ મુસાની પુત્રીઓના હકકો નસ્ટ કરી બારોબાર જમીનનું વેંચાણ અંગેની પેરવી થતાં અને હકક આપવા નામુકરી જતાં ખેડુ ઘાંચી કાસમ મુસાની પુત્રીઓ કાસમના વારસો દ્વારા જામનગરના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ સમક્ષ સ્પે. દી.મુ.નં. ૨૧-૨૦૨૨ થી બાબત દાવાવાળી વાળી જગ્યામાંથી મુસ્લીમ સરેહ પ્રમાણે હિસ્સા મળવા અને એડમીટ્રેશન કરવા અંગે તથા ડેકલેરેશન અને કાયમી મનાઇહુકમ મળવા અંગે દાવો કરેલ છે. જે હાલ કોર્ટમાં વિચારાધીન છે.


તથા દાવા અંગે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટની કલમ ૫૨ મુજબ સબરજીસ્ટ્રાર ખેતી ઝોન જામનગર સમક્ષ દસ્તાવેજ નં. ૧૩૩૭-૨૨, તા.૭-૭-૨૦૨૨ થી લીઝપેન્ડેન્સ રજીસ્ટર્ડ કરાવેલછે. તથા આ તમામ હકીકત સાથે આજકાલ તથા નોબત વર્તમાન પત્રમાં જાહેર નોટીસ પ્રસિદ્ધ કરાવેલ છે. આ જમીનમાં અરજદારોનો ખેડુ ઘાંચી કાસમ મુસાના વારસદાર તરીકે ૪૨.૮૬ ટકા હિસ્સો આવેલ છે. જે વિસ્તૃત કાગળો સાથે અરજ રજુઆત કરેલ. કલેકટરે તેમના વકીલ મારફત કરેલ વાંધા અરજી ઘ્યાને લઇ તા. ૨૧-૧-૨૦૨૩ના મામલતદાર જામનગરના તા. ૬-૧-૨૦૨૩ના ઓનલાઇન અહેવાલની વિગતે ગુલામમહમદ ઇબ્રાહીમ દ્વારા સવાલવાળી જમીન અંગે ના. સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલ હોય, તથા દાવાના કામે મનાઇ હુકમ મળવા માંગણી કરેલ છે.


​​​​​​​તેમજ બીનખેતી પરવાનગી આપવા વાંધા અરજી રજુ કરેલ  છે. મામલતદાર જામનગર શહેરનો નકારાત્મક અભિપ્રાય રજુ થયેલ છે. મામલતદાર જામનગર શહેરના અહેવાલની વિગતે સવાલવાળી જમીનમાં હાલ ના. સીવીલ કોર્ટમાં કેસ પડતર હોય, હાલની બીનખેતી પરવાનગી મળવાની માંગણી અરજી દફતરે કરવામાં આવે છે. મુજબનો હુકમ કરેલ છે. વાંધેદારના વકીલ તરીકે ગિરીશ આર. ગોજીયા, સચીન એમ. હોરીયા તથા ભાવેશ ડી. કરંગીયા રોકાયેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application