કચ્છ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ; સુરેન્દ્રનગર,બોટાદમાં યલો એલર્ટ

  • May 12, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન જૂનાગઢમાં 44.6: અમરેલી, કેશોદ, કંડલા, સુરેન્દ્રનગરમાં પણ 44 ડિગ્રીથી વધુ ગરમી : કાલથી ગરમીમાં મામૂલી રાહતની શક્યતા




છેલ્લા કેટલાક દિવસોથી ભિષણ ગરમીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ ગરમીનો પ્રકોપ જળવાઈ રહ્યો છે. હવામાન ખાતાએ કચ્છ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં હીટ વેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર બોટાદ આણંદ અને સુરતમાં હીટ વેવનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.



હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી ગરમીમાં થોડી મામુલી રાહત લોકોને મળશે અને આગામી ત્રણ દિવસમાં બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતરશે.



ગઈકાલે રાજ્યના 22 શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 44.6 ડિગ્રી નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન જૂનાગઢમાં 44.6 ડિગ્રી નોંધાયું છે. કંડલા અમરેલી કેશોદ અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે.


રાજ્યના જે 22 શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું છે તેમાં અમદાવાદ ડીસા ગાંધીનગર વલ્લભ વિદ્યાનગર વડોદરા સુરત ભુજ નલિયા કંડલા અમરેલી કેશોદ ભાવનગર પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર છોટા ઉદેપુર દાહોદ ડાંગ જામનગર જુનાગઢ નર્મદા અને પંચમહાલનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application