હિમાચલમાં ઓરેન્જ એલર્ટ! ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન

  • June 28, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર: બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ




ભારતમાં ચોમાસુ બેસી ગયુ છે અનેક રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરુઆતની સાથે જ હિમાચલ પ્રદેશમાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં વરસાદે અનેક જિલ્લાઓમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યના ચંદીગઢ-મનાલી હાઇવે પર, તેમજ પંડોહ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલનનો પણ ભય છે. તેમજ વરસાદની સ્થિતિને જોતા હવામાન વિભાગ એ હિમાચલ પ્રદેશના 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.



હિમાચલના મંડી શહેરથી 40 કિમી દૂર આવેલા પંડોહ નજીક ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે અનેક પ્રવાસીઓ આ વિસ્તારમાં અટવાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ પ્રવાસીઓ 22 કલાક સુધી હાઇવે પર ફસાઈ રહ્યા હતા. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઘણા પ્રવાસીઓને તેમના વાહનો અને બસોમાં રાત વિતાવવી પડી હતી. ત્યારે એક પ્રવાસીએ જણાવ્યું હતુ કે તેણે તેના પરિવાર સાથે મનાલીની પાંચ દિવસની ટ્રિપની યોજના બનાવી હતી, પરંતુ રસ્તામાં મંડીના વિસ્તાર તરફ ભારે વરસાદમાં ભૂસ્ખલનની સ્થિતિના કારણે બે દિવસ વેડફાય ગયા હતા.


હિમાચલમાં વરસાદની સ્થિતિને જોતા રાજ્ય સરકારે પ્રવાસીઓ અને સ્થાનિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નદીઓ અને ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોની નજીક જવાનું ટાળવા માટે સલાહ આપી છે, હિમાચલ પ્રદેશ પોલીસ ટ્રાફિક, પ્રવાસી અને રેલવે (TTR) વિંગે જણાવ્યું હતું. પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે લોકોએ હવામાન અને રસ્તાની અગાઉ માહિતી લઈ લેવા જોઈએ અને તે બાદ જ મુસાફરીએ નિકળવું જોઈએ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application