૨૦૨૪માં ભાજપ વિરૂધ્ધ વિપક્ષી એકતા કામ નહીં કરે: પ્રશાંત કિશોર

  • March 21, 2023 08:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પ્રશાંત કિશોરે વિપક્ષને સુચવી ભાજપને ટક્કર આપવાની ફોમ્ર્યુલા: ભાજપની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ




આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ તૈયારીઓ તેજ કરી છે. ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજીવાર જીત માટે હત્પંકાર પણ ભરી રહી છે. યારે વિપક્ષી દળો ભેગા મળીને ભાજપને પછાડવાનો પ્લાન રચી રહ્યા છે. આ બધા વચ્ચે ચૂંટણી રણનીતિકાર અને જન સુરાજના અધ્યક્ષ પ્રશાંત કિશોરે ભવિષ્યવાણી કરતા એવી વાત કરી નાખી કે જેનાથી વિપક્ષી એકતાને મોટો ઝટકો લાગી શકે છે. જો કે આ સાથે જ તેમણે ભાજપને ટક્કર આપવા માટે વિપક્ષને એક ફોમ્ર્યૂલા પણ જણાવ્યો છે.  ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે એક ઈન્ટરવ્યુમાં વિપક્ષી દળોની એકતા પર શંકા વ્યકત કરતા કહ્યું કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ વિદ્ધ વિપક્ષની એકતા પણ કામ કરશે નહીં કારણ કે તે અસ્થિર છે અને વૈચારિક રીતે અલગ છે. તેમણે કહ્યું કે વૈચારિક ગઠબંધન નહીં થાય ત્યાં સુધી ભાજપને હરાવી શકાશે નહીં.





આ સાથે જ પ્રશાંત કિશોરે ભારતીય જનતા પાર્ટીની ત્રણ સૌથી મોટી તાકાતનો પણ ઉલ્લેખ કર્યેા છે. તેમણે કહ્યું કે તેને ભેધા વગર વિપક્ષને જીત મળી શકશે નહીં. તેમણે કહ્યું કે વિપક્ષની એકતા ફકત દેખાડો છે. ફકત નેતાઓ અને પાર્ટીઓને એક સાથે લાવીને ભાજપને પડકાર ફેંકી શકાશે નહીં. આ માટે ભાજપની તાકાતને સમજવી પડશે. જે હિન્દુત્વ, રાષ્ટ્ર્રવાદ અને કલ્યાણવાદ (લાભાર્થી) છે. ભાજપ વિદ્ધ જીતવા માટે આમાંથી ઓછામાં ઓછા ૨ પર કામ કરવું પડશે અને તેમને ભેદવા પડશે.




ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે વિપક્ષને ફોમ્ર્યુલા પણ બતાવ્યો છે જેની મદદથી તેઓ ભાજપને ટક્કર આપી શકે છે. ભાજપી વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ. આ માટે ગાંધીવાદી, સમાજવાદી, આંબેડકરવાદી, ડાબેરી વિચારધારા જરી છે. પરંતુ તેના પર આખં મીચીને ભરોસો કરી શકાય નહીં. વૈચારિક સમાનતા યાં સુધી નહીં આવે ત્યાં સુધી તમે ભાજપને હરાવી શકાશે નહીં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application