જવેલર્સ-બિલ્ડર્સ પરની આવકવેરા રેડની કામગીરી અંતિમ ચરણમાં

  • July 15, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરોડા પાછળ જમીન સોદા સિવાય તાજેતરનું એક મોટું પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા



રાજકોટના જવેલર્સ અને તેમની સાથે સંકળાયેલા બિલ્ડર્સ પરના આવકવેરાના દરોડા આંતિમ ચરણમાં પહોચ્યા છે, આજે સાંજ સુધીમાં કાર્યવાહી સમાપ્ત થઇ જશે એવું સુત્રોનું કહેવું છે. સૌરાષ્ટ્રમાં પાંચ વર્ષ પછી આવકવેરા ખાતાની મોટી કાર્યવાહી થઇ હતી જેમાં રાજકોટ અને જુનાગઢના જવેલર્સ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા લોકોના ૩૫ જેટલા ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાઓમાં પાંચેક કરોડ જેટલી રોકડ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો તથા બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આવકવેરા ખાતા દ્વારા પાડવામાં આવેલી આ મેગા રેડ પાછળ જમીનનો મોટો સોદો કારણભૂત હોવાની ચર્ચા વચ્ચે ઈ સિવાયનું તાજેતરનું એક પ્રકરણ જવાબદાર હોવાની પણ ચર્ચા બે દિવસથી અતરંગ વર્તુળોમાં ચાલુ થઇ છે.



જેપી જવેલર્સવાળા અશોકભાઈ સતિકુંવરના એટલાન્ટીકના નિવાસસ્થાને ચાલતી રેડની કામગીરી પૂરી થઇ ગઈ છે, તેમના નાના ભાઈ ચેતનભાઈ સતિકુંવરના નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલા બંગલામાં શનિવાર બપોર સુધી દરોડાની કાર્યવાહી ચાલુ હતી તે પણ સાંજ સુધીમાં આટોપી જશે એવું જણાવાઈ રહ્યું છે. શિલ્પાલાઈફ સ્ટાઇલ વાળા પ્રભુદાસ ભાઈ પારેખ અને રાધિકા જવેલર્સના અશોકભાઈ જીન્જુવાડીયાના ઘર અને દુકાનો પરના દરોડાની કામગીરી પણ સાંજ સુધીમાં આટોપી લેવામાં આવે તેવી વકી છે.


સોમવારથી આવકવેરા ખાતા દ્વારા આ મેગા દરોડામાં મળેલા દસ્તાવેજો, કોમ્પ્યુટર દેતા વગેરેના એનાલીસીસનું કામ ચાલુ થશે અને તે પછી અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલી જણાશે તો તેમને નોટીસો આપવાની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application