BREAKING NEWS

જામનગર: ખોડીયાર કોલોનીમા ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

  • July 16, 2026 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ખોડીયાર કોલોનીમા ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

૭૧,૬૦૦નો મુદ્દામાલ જપ્ત : માસ્ટર આઇડી આપનાર સહિત ત્રણની સંડોવણી

જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતાં એક યુવકને સિટી સી ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ૧,૬૦૦ની રોકડ રકમ અને ૭૦,૦૦૦ કિંમતનો મોબાઇલ મળી કુલ ૭૧,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે માસ્ટર આઈ.ડી. પૂરી પાડનાર સહિત અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સીટી-સી ડીવીઝન સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતું ત્યારે ખાનગી બાતમી મળી હતી કે ખોડીયાર કોલોની મેઈન રોડ પર પેટ્રોલ પંપ પાસે એક શખ્સ હાલમાં ચાલી રહેલી ઝિમ્બાબ્વે-બાંગ્લાદેશ ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ જોઈ મોબાઇલ મારફતે સેશન તથા મેચના હારજીતના સોદા કરાવી ક્રિકેટ સટ્ટો ચલાવી રહ્યો છે.

બાતમીના આધારે પંચોની હાજરીમાં દરોડો પાડતાં આરોપી અંકુર મનોજભાઈ પરમાર (ઉ.વ. ૨૯, રહે. ખોડીયાર કોલોની, દ્વારકેશધામ એપાર્ટમેન્ટ, જામનગર) ઝડપાયો હતો. તેના મોબાઇલ ફોનની તપાસ દરમિયાન માસ્ટર આઈ.ડી. જોવા મળી હતી પૂછપરછ દરમિયાન આરોપીએ આ માસ્ટર આઈ.ડી.માંથી અલગ-અલગ ગ્રાહકોને જુગાર રમવા માટે આઈ.ડી. આપ્યાનું તેમજ અમદાવાદના અભિષેક  સહિતનાઓને આઇડી ફાળવ્યાનું ખુલ્યુ હતું.

વધુ પૂછપરછમાં આરોપીએ માસ્ટર આઈ.ડી. જામનગરના વિશાલ ભારદીયા પાસેથી મેળવી હોવાનું જણાવ્યું છે. પોલીસે અંકુર પરમાર, વિશાલ ભારદીયા, મણીનગરના અભીષેક રાજાણી અને અભીષેક હસ્તકના તેના મિત્ર સામે ગુજરાત જાહેર જુગાર અધિનિયમની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માસ્ટર આઈ.ડી. પૂરી પાડનાર સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application